Ahmedabad Metro News: થલતેજથી કાલુપુર જવા માટે મેટ્રો કેમ છે બેસ્ટ ઓપ્શન વાંચો અહીં

કાલુપુર સ્ટેશનની આસપાસ ખરીદી માટે ઘણી બજારો છે. જ્યાં તમે સરળતાથી ખરદી કરી શકો છો. જેમા પાંચ કુવા,રિલિફ રોડ, ટંકશાળનો સમાવેશ થાય છે.

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Mon, 20 Jan 2025 04:02 PM (IST)Updated: Mon, 20 Jan 2025 05:37 PM (IST)
ahmedabad-metro-news-thaltej-to-kalupur-metro-route-information-and-time-table

Ahmedabad Thaltej to Kalupur Metro Route : તમે બોપલ, ઘુમા, આંબલી, બોડકદેવ કે થલતેજ રહો છો અને કાલુપુર જવા ઈચ્છો છો તો આ સમાચાર તમારા કામના છે. તમે એવું ઈચ્છો છો કે ટ્રાફિક વગર ફટાફટ કેવી રીતે પહોંચવું તો તમારા માટે મેટ્રો બેસ્ટ ઓપ્શન છે.

કાલુપુર જવા માટે ક્યાંથી બેસવું?

અહીં જણાવેલા વિસ્તોરના લોકો માટે નજીકનું મેટ્રો સ્ટેશન થલતેજ છે. અહીંથી તમને કાલુપુરની મેટ્રો ટ્રેન સરળતાથી મળી જશે. જે તમને કોઈપણ પ્રકારના ટ્રાફિક વગર કાલુપુર પહોંચાડી દેશે. એ પણ ઓછા સમયમાં. આજના ટ્રાફિકવાળા સસ્તામાં કાલુપુર પહોંચવામાં સહેજે કલાક સવા કલાકનો સમય લાગે છે. ત્યારે મેટ્રો તમને અડધો કલાકથી પણ ઓછા સમયમાં અહીં પહોંચાડી દેશે.

થલતેજથી કાલુપુર મેટ્રો સ્ટેશનનું ભાડું શું છે (Ahmedabad Metro Fare)

ભાડાની વાત કરીએ તો થલતેજથી કાલુપુરનું ભાડું 15 રૂપિયા છે. બન્ને સ્ટેશન વચ્ચે કુલ 8 સ્ટેશન આવશે.

કાલુપુર સ્ટેશનની આસપાસ ખરીદી માટે ઘણી બજારો છે. જ્યાં તમે સરળતાથી ખરદી કરી શકો છો. જેમા પાંચ કુવા,રિલિફ રોડ, ટંકશાળનો સમાવેશ થાય છે.