અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા IIMAના પ્રોફેસરોના વિશેષ સેશનોની સાથે નેશનલ મેનેજમેન્ટ ડેની ઉજવણી, શિક્ષણ માટે પોડકાસ્ટ ચેનલ લૉન્ચ કરી

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Thu, 22 Feb 2024 06:02 PM (IST)Updated: Thu, 22 Feb 2024 06:02 PM (IST)
ahmedabad-management-association-launches-podcast-channel-for-education-to-celebrate-national-management-day-with-special-sessions-by-iima-professors

Ahmedabad News: ઑલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિયેશન (AIMA) સાથે સંકળાયેલ  અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA)એ નેશનલ મેનેજમેન્ટ ડે માટેની ઉજવણીની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ નેશનલ મેનેજમેન્ટ ડેની ઉજવણી કરવામાં આવે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદ (IIMA)ના પ્રોફેસરો દ્વારા યોજવામાં આવેલા વિશેષ સેશનોની સાથે સોમવારના રોજ આ બે દિવસ ચાલનારી ઉજવણીનો પ્રારંભ થયો હતો.

IIMAના ડિરેક્ટર ડૉ. ભરત ભાસ્કર તથા ઉદ્યોગપતિ અને AMAના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ શ્રી યતિન્દ્ર શર્મા દ્વારા ‘ધી ઇન્ડિયન સેન્ચુરીઃ મેનેજિંગ ગ્રોથ વિથ ટ્રાન્સફોર્મેશન’ થીમ પર એક વિશેષ સંવાદ યોજવામાં આવ્યો હતો. આ સંવાદ બાદ મેનેજમેન્ટ પરની AMAની પોડકાસ્ટ ચેનલ લૉન્ચ કરવામાં આવી હતી. AMAના માનનીય પ્રેસિડેન્ટ ડૉ. સાવન ગોડિવાલા દ્વારા વક્તાઓનો પરિચય આપવાની સાથે આ સેશનની શરૂઆત થઈ હતી.

એક અઠવાડિયું ચાલનારી મેનેજમેન્ટ વીકની ઉજવણીનું સમાપન 23 ફેબ્રુઆરીના રોજ થશે અને આ દિવસે ઉદ્યોગજગતના જાણીતા નિષ્ણાતો દ્વારા શ્રેણીબદ્ધ સેમિનારો, સમિટ્સ, વર્કશૉપ્સ અને મેનેજમેન્ટના વિવિધ પાસાંઓ પર ચર્ચા-વિચારણા યોજવામાં આવશે.

ઑલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિયેશન (AIMA) એ સ્થાનિક મેનેજમેન્ટ એસોસિયેશનોનું એક ફેડરેશન છે. AIMA દર વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ તેના સ્થાપના દિવસની ઉજવણી કરે છે, જેને ભારતમાં ‘નેશનલ મેનેજમેન્ટ ડે’ જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રસંગે AMA મેનેજમેન્ટ વીકની ઉજવણી કરે છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.