Ahmedabad Leopard Alert: ઘુમાની શરણદીપ સોસાયટીમાં દેખાયો દીપડો, જુઓ VIDEO

અમદાવાદના ઘુમા ગામ નજીક આવેલી શરણદીપ સોસાયટીમાં દીપડો ઘૂસી આવ્યો હોવાની વિગતો સામે આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 20 Jul 2026 10:11 AM (IST)Updated: Mon, 20 Jul 2026 10:11 AM (IST)
ahmedabad-leopard-alert-wild-cat-enters-ghuma-residential-society-rescue-in-progress-watch-cctv
Ahmedabad Leopard AI Generated Symbolic Image
Ahmedabad Leopard Alert: સામાન્ય રીતે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં જ દીપડા દેખાવાના કિસ્સા સામે આવતા હોય છે, પરંતુ હવે અમદાવાદ જેવા મહાનગરમાં પણ વન્યજીવો દેખાયાની ચોંકાવનારી ઘટના બની છે. અમદાવાદના ઘુમા ગામ નજીક આવેલી શરણદીપ સોસાયટીમાં દીપડો ઘૂસી આવ્યો હોવાની વિગતો સામે આવી છે. 

શરણદીપ સોસાયટીમાં દેખાયો હતો દીપડો

પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે મોડી રાત્રે ઘુમા વિસ્તારની શરણદીપ સોસાયટીમાં દીપડો ઘૂસી જતા સ્થાનિક લોકોમાં ભારે ભય અને ફફડાટ ફેલાઈ ગયો છે. સોસાયટીમાં દીપડો જોવા મળતા રહીશોએ તાત્કાલિક વહીવટી તંત્રનો સંપર્ક કર્યો હતો. રહીશોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને વન્યજીવને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવા માટે તંત્ર એક્શનમાં આવ્યું છે.

દીપડાને પકડવા માટે સઘન ઓપરેશન શરૂ 

હાલમાં ઘુમા અને તેની આસપાસના વિસ્તારોમાં વન વિભાગ અને કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ટીમ દ્વારા દીપડાને પકડવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દીપડાના મૂવમેન્ટને ટ્રેસ કરવા માટે CCTV ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે.

આ ઘટના અંગે અમદાવાદના મેયર હિતેશ બારોટે પુષ્ટિ આપતા જણાવ્યુ કે, ઘુમા ગામ નજીક રાત્રીના સમયે દીપડો આવી ગયો હોવાની જાણ સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી હતી. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક વન વિભાગ તેમજ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના ઉચ્ચ અધિકારીઓને આ વિશે માહિતગાર કરવામાં આવ્યા છે.