Ahmedabad Latest And Breaking News Today Live 29 October 2023: રામોલમાં કેમિકલયુક્ત તાડી સાથે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. અમદાવાદના અસલાલીમાં દીપસિંહ ઢાબમાં મજૂરી માટે આવેલા એક સગીરે 40 વર્ષીય યુવકની હત્યા કરી હતી. અમદાવાદમાં સોલિડ વેસ્ટ વિભાગે સપાટો બોલાવ્યો છે. ઇસનપુર અને નોરોલમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

રામોલમાં કેમિકલયુક્ત તાડી સાથે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી કેમિકલયુક્ત તાડીનો 138.75 કિલોનો જથ્થો કિંમત રુ. 1.38 લાખ મળી કુલ 1.49 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેને જપ્ત કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના અસલાલીમાં દીપસિંહ ઢાબમાં મજૂરી માટે આવેલા એક સગીરે 40 વર્ષીય યુવકની હત્યા કરી હતી. 14 તારીખના રોજ સગીર દ્વારા કરવામાં આવેલા હુમલામાં 40 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યાં બનાવ હત્યામાં બદલાયો હતો. અસલાલી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં સોલિડ વેસ્ટ વિભાગે સપાટો બોલાવ્યો છે. ઇસનપુર અને નારોલમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ત્રણ મેન્યુફેક્ચરિંગ યુનિટ સીલ કરવામાં આવ્યા છે. 24 કાલકમાં 12 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 10 હજાર પેપર કપનો જથ્થો સીઝ કરાયો છે.
કેનયુગ ચાર રસ્તાથી રાહુલ ટાવર સુધીનાં રોડ પર આવેલ રહેણાંક મિલકત તેમજ કોમર્શીયલ કોમ્પ્લેક્ષના માલિકો તથા જાહેર જનતા દ્વારા રોડ પર બિન-અધિકૃત રીતે પાર્કિંગ થયેલ જણાતા રોડ પર પાર્કિંગ ન થાય તેમજ માર્જીન પૈકીની જગ્યામાં દબાણ ન થાય તથા તે અંગે જરૂરી વ્યવસ્થા કરવા સબંધિત માલિકચેરમેન/સેક્રેટરીને રહેણાંક-410 અને કોમર્શીયલનાં 502 મળી કુલઃ-911 યુનીટને જાહેર નોટીસ આપવામાં આવી છે.