Ahmedabad-Gandhinagar Metro Timings: દિવાળીના તહેવાર દરમિયાન જાહેર માર્ગો પર થતી ફટાકડાની આતશબાજીને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળીના દિવસે એટલે કે 8 નવેમ્બરે અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો સેવાના નિયમિત સમયમાં ફેરફાર કર કરવામાં આવ્યો છે.
આ નિર્ણય હેઠળ અમદાવાદમાં સાંજે 7:00 વાગ્યા સુધી અને ગાંધીનગરમાં સાંજે 6:00 વાગ્યા સુધી જ મેટ્રો સેવાઓ ઉપલબ્ધ રહેશે. દિવાળીની રાત્રે મેટ્રો ટ્રેનો મોડે સુધી દોડશે નહીં. સામાન્ય દિવસોમાં અમદાવાદમાં સવારે 6:20 થી રાત્રે 11:00 વાગ્યા સુધી અને ગાંધીનગરમાં રાત્રે 9:00 વાગ્યા સુધી મેટ્રો કાર્યરત રહે છે. પરંતુ 8 નવેમ્બરે સમયમર્યાદા ઘટાડવામાં આવી હોવાથી વિવિધ રૂટ પર છેલ્લા ફેરાનો સમય ખાસ નક્કી કરવામાં આવ્યો છે.
8 નવેમ્બરે વિવિધ રૂટ પર મેટ્રોના છેલ્લા ફેરાનો સમય:
- વસ્ત્રાલ ગામથી થલતેજ: છેલ્લો ફેરો સાંજે 7:00 વાગ્યે ઉપડશે.
- થલતેજથી વસ્ત્રાલ ગામ: છેલ્લો ફેરો સાંજે 7.05 વાગ્યે ઉપડશે.
- APMC થી કોટેશ્વર રોડ: છેલ્લો ફેરો સાંજે 7.08 વાગ્યે ઉપડશે.
- કોટેશ્વર રોડથી APMC: છેલ્લો ફેરો સાંજે 7.05 વાગ્યે ઉપડશે.
- APMC થી મહાત્મા મંદિર: છેલ્લો ફેરો સાંજે 5.30 વાગ્યે ઉપડશે.
- મહાત્મા મંદિરથી APMC: છેલ્લો ફેરો સાંજે 6.08 વાગ્યે ઉપડશે.
- APMC થી ગિફ્ટ સિટી (GIFT City): છેલ્લો ફેરો સાંજે 5.16 વાગ્યે ઉપડશે.
- ગિફ્ટ સિટીથી APMC: છેલ્લો ફેરો સાંજે 6.21 વાગ્યે ઉપડશે.
