Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટી દ્વારા UG અને PGના કુલ 6 ઓનલાઈન કોર્સ માટેનું સત્તાવાર ફી માળખું જાહેર કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીએ દેશ અને વિદેશના વિદ્યાર્થીઓ માટેના વિવિધ કોર્સની ફી નક્કી કરી છે, જેના માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે.
યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા માળખા મુજબ, ભારતીય વિદ્યાર્થીઓ માટે UG કોર્સમાં રૂપિયા 5,000થી લઈને રૂપિયા 12,000 સુધીની ફી અને PG કોર્સમાં રૂપિયા 6,000થી લઈને રૂપિયા 18,000 સુધીની ફી લેવામાં આવશે.
ખાસ કરીને, દેશના વિદ્યાર્થીઓ માટેના ત્રણ UG કોર્સની ટ્યુશન ફી આ પ્રમાણે નક્કી કરાઈ છે:
- બેચલર ઓફ આર્ટ્સ (અંગ્રેજી): રૂપિયા 5,000
- બેચલર ઓફ કોમર્સ (જનરલ): રૂપિયા 4,000
- બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (BCA): રૂપિયા 12,000
જ્યારે વિદેશી વિદ્યાર્થીઓની ફી રૂપિયા 28,800થી લઈ રૂપિયા 1,03,800 સુધીની રાખવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા IGNOU (ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી) ના ધોરણો મુજબ ફી નક્કી કરવામાં આવી છે. નોંધનીય છે કે આ ફી માળખું માત્ર ટ્યુશન ફી માટેનું છે, જેમાં એડમિશન, પરીક્ષા સહિતની અન્ય ફી વિદ્યાર્થીઓએ અલગથી ભરવાની રહેશે.
| કોર્સની ટયુશન ફી | ઈન્ડિયન વિદ્યાર્થી માટે ફી | વિદેશી વિદ્યાર્થી માટે ફી |
| બેચલર ઓફ આર્ટ્સ (અંગ્રેજી) | રૂપિયા 5 હજાર | રૂપિયા 28,800 |
| બેચલર ઓફ કોમર્સ (જનરલ) | રૂપિયા 4 હજાર | રૂપિયા 46,800 |
| બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન | રૂપિયા 12 હજાર | રૂપિયા 1,03,800 |
| માસ્ટર ઓફ આર્ટ્સ (અંગ્રેજી) | રૂપિયા 6 હજાર | રૂપિયા 52,800 |
| માસ્ટર ઓફ કોમર્સ (જનરલ) | રૂપિયા 9 હજાર | રૂપિયા 52,800 |
| માસ્ટર ઓફ સાયન્સ (મેથેમેટિક્સ) | રૂપિયા 18 હજાર | રૂપિયા 69,800 |
