અમદાવાદમાં નકલી પાનમસાલાના કૌભાંડનો પર્દાફાશ: SOG ટીમે ઓઢવમાંથી નકલી વિમલ અને મહેક બનાવતું કારખાનું ઝડપી લીધું

અમદાવાદ SOG એ ઓઢવમાં દરોડો પાડી વિમલ અને મહેક બ્રાન્ડના નકલી પાનમસાલા બનાવતા કારખાનાને ઝડપી લીધું છે. 3.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એકની અટકાયત કરાઈ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 17 May 2026 03:51 PM (IST)Updated: Sun, 17 May 2026 03:51 PM (IST)
ahmedabad-fake-pan-masala-scam-odhav-sog-raid-vimal-mahak

ગુજરાતમાં નકલી દૂધ, નકલી ઘી બાદ હવે બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી પાન-મસાલા બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઓઢવ વિસ્તારમાં નકલી પાન મસાલ બનાવતા એક કારખાનામાં રેડ પાડી હતી. જ્યાં પોલીસને ઘટના સ્થળેથી પેકિંગ, રો-મટિરિયલ સહિત મોટી માત્રામાં પાન મસાલાનો જથ્થો મળી આવ્યો હતો.

નકલી પાન-મસાલાનું કારખાનું ઝડપાયું

મળતી વિગતો મુજબ, એસઓજીને બાતમી આપવામાં આવી હતી. ઓઢવ વિસ્તારમાં શબ્બીર અલી શેખ નામનો ઈસમ વિમલ અને મહક જેવી બ્રાન્ડેડ પાન મસાલાની કંપનીના પેકેટ્સ બનાવતો હતો. આ બાતમીને આધારે એસઓજીની ટીમે ઓઢવ વિસ્તારમાં રેડ પાડી હતી. જ્યાં એક શેડમાંથી મહક પાન મસાલાના 100 પેકેટ્સ, વિમલના 2000 પેકેટ્સ રો મટીરિયલ, ઉપરાંત મોબાઈલ મળીને કુલ 3.34 લાખનો જથ્થો કબ્જે કર્યો હતો.

આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ

SOG ટીમ દ્વારા ઝડપાયેલા આરોપી શબ્બીર અલી શેખની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું કે, આરોપી બ્રાન્ડેડ કંપનીના પાનમસાલા બનાવીને બજારમાં જે બ્રાન્ડની ડિમાન્ડ હોય. તેના ડુપ્લિકેટ રેપર અને મસાલા લાવીને પાનમસાલા બનાવતો હતો અને બીજા શહેરોમાં નકલી પાનમસાલો વેચીને નફો કમાઈ લેતો હતો. નકલી પાનમસાલાના લીધે લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકનારા શખ્સની એસઓજી પોલીસે અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.