Ahmedabad Demolition: જુહાપુરામાં આરોપી નઝીર વોરા અને સરફરાઝ કિટલીના ઘરે ડિમોલિશન, પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી

જુહાપુરામાં બે ગુનેગારો નઝીર વોરાના ઝુબેદા હાઉસ અને સરફરાઝ કિટલીના ઘરે AMC દ્વારા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 10 Jun 2025 12:17 PM (IST)Updated: Tue, 10 Jun 2025 12:17 PM (IST)
ahmedabad-demolition-drive-house-of-accused-nazir-vora-and-sarfaraz-kitli-demolished-amid-heavy-police-deployment-in-juhapura

Ahmedabad Demolition Drive: અમદાવાદ પોલીસ દ્વારા ગુનેગારો સામે એક્શન લેવામાં આવી રહ્યા છે. ત્યારે જુહાપુરામાં બે ગુનેગારો નઝીર વોરાના ઝુબેદા હાઉસ અને સરફરાઝ કિટલીના ઘરે AMC દ્વારા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જુહાપુરામાં બે ગુનેગારો નઝીર વોરાના ઝુબેદા હાઉસ અને સરફરાઝ કિટલીના ઘરે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી નઝીર વોરા પર વેજલપુર અને સરખેજ પોલીસ સ્ટેશનમાં 20થઈ વધુ ગુના નોંધાયેલા છે. તેના 368 ચોરસ મીટરા બાંધકામમાં ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે.