Ahmedabad: ગર્લફ્રેન્ડને ફેરવવા માટે બાઈક ચોરી કરતી રાજસ્થાની ગેંગનો પર્દાફાશ; ઝોન-1 LCBએ 3 શખ્સોને ઝડપી લીધા

અમદાવાદ ઝોન-1 LCB દ્વારા ગુજરાત સહિત અમદાવાદમાં મોંઘીદાટ બાઈક ચોરી કરતી રાજસ્થાની ગેંગનો પર્દાફાશ કર્યો હતો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 06 May 2026 12:37 PM (IST)Updated: Wed, 06 May 2026 12:37 PM (IST)
ahmedabad-crime-rajasthani-gang-arrested-sports-bike-theft-girlfriend-impulse

Ahmedabad News: અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી બાઈક ચોરીની ઘટનાઓ વધી ગઈ છે, આરોપીઓ દ્વારા બાઈકના લોક તોડીને ચોરી કરી જતા હતા. જેની ફરિયાદો અમદાવાદ પોલીસના ચોપડે નોંધાઈ ચૂકી છે, ત્યારે અમદાવાદ પોલીસને આ બાબતે મોટી સફળતા મળી છે. અમદાવાદ ઝોન-1 LCB દ્વારા ગુજરાત સહિત અમદાવાદમાં મોંઘીદાટ બાઈક ચોરી કરતી રાજસ્થાની ગેંગનો પર્દાફાશ કર્યો હતો.

બાઈક ચોરી કરતી ગેંગ ઝડપાઈ

અમદાવાદ શહેરનાં સોલા, બોડકદેવ સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી મોંઘીદાટ સ્પોર્ટ્સ બાઈક ચોરીની ઘટનાઓ વધી હતી. લઈને ઝોન -2 LCB ટીમ સક્રિય થઈને તપાસ હાથ ધરી હતી, જેમાં સીસીટીવીની તપારસ કરીને રાજસ્થાનના 3 શખ્સોની અટકાયત કરી હતી. આરોપીઓ પોતાની ગર્લફ્રેન્ડને ફેરવવા માટે અને મોજશોખ પૂરા કરવા માટે બાઈકોની ચોરી કરતા હતા.

ગર્લફ્રેન્ડને ફેરવવા માટે બાઈક ચોરી

પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી હતી. પોલીસે રાજસ્થાની ગેંગના ત્રણ આરોપીઓ કૈલાશ રૌત, સુનિલ ગરાસિયા અને વિજેશ નનોમાની ધરપકડ કરી હતી. જ્યારે બાકીના વિકાર, થાવરા અને પ્રવીણ નામના ઇસમોને ઝડપવા પોલીસે વધુ તપાસ તેજ કરી છે. પોલીસે આરોપીઓની આકરી પૂછપરછ કરતા ખુલાસો થયો હતો. આરોપીઓ માત્ર ડિસમિસની મદદથી લોક તોડી નાખતા હતા. ગર્લફ્રેન્ડને ફેરવવા અને મોજ મજા માણવા માટે આરોપીઓ બાઈક ચોરી કર્યાનું સામે આવ્યું હતું. પોલીસે 12 બાઈક કબ્જે કરી હતી.