Ahmedabad AQI Today, 29 December 2025: આજે મણિનગરની હવા સૌથી વધુ પ્રદૂષિત, 196 AQI નોંધાયો, અમદાવાદના અન્ય  વિસ્તારોમા કેટલું છે પ્રદૂષણનું સ્તર? જુઓ લેટેસ્ટ રિપોર્ટ

આજે 136 AQI નોંધાયો છે. જે મધ્યમ શ્રેણીમાં આવે છે. એટલે કે જેમને શ્વાસ સંબંધિત બીમારી હોય તો  સાવચેતી માટે માસ્ક પહેરીને બહાર નીકળવું જોઈએ.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 29 Dec 2025 06:34 AM (IST)Updated: Mon 29 Dec 2025 06:34 AM (IST)
ahmedabad-aqi-today-29-december-check-latest-updates-of-air-quality-index-663791

Ahmedabad AQI Today 29 December 2025:  આજે અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ(Ahmedabad Air quality index) એટલે કે હવાની ગુણવત્તાનો સૂચકાંક  સવારે 6 વાગ્યે 136 AQI નોંધાયો છે. જે મધ્યમ શ્રેણીમાં આવે છે. એટલે કે જેમને શ્વાસ સંબંધિત બીમારી હોય તો તેમણે સાવચેતીના ભાગરૂપે માસ્ક પહેરીને બહાર નીકળવું જોઈએ. કેન્દ્રીય પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની એપમાં દર્શાવવામાં આવતા એર ક્વોલિટી ઇન્ડેક્સનાં અનુસંધાને અહીં શહેરના કેટલાક વિસ્તારોમાં આજે કેટલો AQI નોંધાયો છે તે અંગે જણાવવામાં આવ્યું છે.

અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં સવારે 6 વાગ્યાનો AQI( Ahmedabad Air Quality Index, 29 December 2025)

જાણો કેટલો AQI તમારા સ્વાસ્થ્ય પર તેની શું અસર થઈ શકે છે?

આજકાલ પર્યાવરણીય પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની ગયું છે, અને તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. આ પ્રદૂષણનું સ્તર માપવા માટે ‘હવા ગુણવત્તા સૂચકાંક’ (Air Quality Index – AQI) નો ઉપયોગ થાય છે. AQI એ એક સરળ સાધન છે જે હવા કેટલી સ્વચ્છ અથવા પ્રદૂષિત છે તે દર્શાવે છે અને તેનાથી તમારા સ્વાસ્થ્ય પર શું અસર થઈ શકે છે તેની જાણકારી આપે છે. કેન્દ્રીય પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ મત મુજબ, ચાલો જાણીએ કેટલો AQI તમારા સ્વાસ્થ્ય પર તેની શું અસર થઈ શકે છે?

  • 0-50: સારી (Good): જ્યારે AQI 0 થી 50 ની વચ્ચે હોય ત્યારે હવાની ગુણવત્તાને ‘સારી’ ગણવામાં આવે છે. આ સ્થિતિમાં સ્વાસ્થ્ય પર ન્યૂનતમ અસર થાય છે. ખુલ્લી હવામાં ફરવા માટે આ શ્રેષ્ઠ સમયગાળો છે.
  • 51-100: સંતોષકારક (Satisfactory): AQI 51 થી 100 ની વચ્ચે હોય ત્યારે હવાની ગુણવત્તા ‘સંતોષકારક’ કહેવાય છે. આ સ્થિતિમાં સંવેદનશીલ લોકોને, જેમ કે બાળકો, વૃદ્ધો અને શ્વસન રોગવાળા લોકોને, શ્વાસ લેવામાં થોડી અસ્વસ્થતા થઈ શકે છે. આવા લોકોએ લાંબા સમય સુધી બહાર રહેવાનું ટાળવું જોઈએ.
  • 101- 200: મધ્યમ (Moderate): જ્યારે AQI 101 થી 200 ની રેન્જમાં હોય, ત્યારે હવાની ગુણવત્તા ‘મધ્યમ’ ગણાય છે. આ સ્તરે ફેફસાં, અસ્થમા અને હૃદય રોગથી પીડિત લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આવા લોકોએ બહારની પ્રવૃત્તિઓ મર્યાદિત કરવી જોઈએ.
  • 201- 300: નબળી (Poor): AQI 201 થી 300 ની વચ્ચે હોય ત્યારે હવાની ગુણવત્તા ‘નબળી’ હોય છે. લાંબા સમય સુધી આવા વાતાવરણમાં રહેવાથી મોટાભાગના લોકોને શ્વાસ લેવામાં અસ્વસ્થતા થાય છે. સ્વસ્થ લોકોએ પણ બહાર ભારે કસરત કે પ્રવૃત્તિઓ કરવાનું ટાળવું જોઈએ.
  • 301- 400: ખૂબ નબળી (Very Poor): જ્યારે AQI 301 થી 400 ની વચ્ચે પહોંચે છે, ત્યારે હવાની ગુણવત્તા ‘ખૂબ નબળી’ કહેવાય છે. આવા વાતાવરણમાં લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી શ્વસન સંબંધી ગંભીર બીમારીઓ થઈ શકે છે. આવા સમયે શક્ય હોય તો ઘરની અંદર રહેવું અને દરવાજા-બારી બંધ રાખવા હિતાવહ છે.
  • 401- 500: ગંભીર (Severe): AQI 401 થી 500 ની અત્યંત ઊંચી શ્રેણીમાં હોય ત્યારે હવાની ગુણવત્તા ‘ગંભીર’ ગણવામાં આવે છે. આ સ્થિતિ સ્વસ્થ લોકોને પણ અસર કરી શકે છે અને જે લોકોને પહેલાથી કોઈ રોગ હોય તેમના માટે તે અત્યંત ગંભીર સાબિત થઈ શકે છે. આવા સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને જરૂરી સાવચેતીનાં પગલાં ભરવા જોઈએ.

આપણી આસપાસની હવાની ગુણવત્તા જાણવી અને તે મુજબ વર્તવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. AQI ના આંકડાઓ પર નજર રાખીને આપણે આપણા અને આપણા પરિવારના સ્વાસ્થ્યનું રક્ષણ કરી શકીએ છીએ. સરકારી અને સ્થાનિક પર્યાવરણીય સંસ્થાઓ દ્વારા જારી કરાયેલ સૂચનાઓનું પાલન કરવું એ સમજદારીભર્યું પગલું છે.

આજે સવારે 6 વાગ્યાનો અમદાવાદનો AQI
વિસ્તારહવાનું પ્રદૂષણ
મણિનગર (Maninagar AQI)196
ગ્યાસપુર (GyaspurAQI)158
રાયખડ(Raikhad AQI)148
બોપલ (Bopal AQI)145
ચાંદખેડા (Chandkheda AQI)121
રખિયાલ (Rakhiyal AQI)118
એરપોર્ટ હાંસોલ(Airport Hansol AQI)116
સેટેલાઇટ (Satellite AQI)90