Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ ઝોન અને વોર્ડ વિસ્તારોમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અંતર્ગત વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી. શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા માટે કુલ 42 ખાદ્ય નમૂનાઓ એકત્રિત કરી જાહેર આરોગ્ય લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
AMCના ફૂડ વિભાગ દ્વારા શહેરના દક્ષિણ, મધ્ય, પશ્ચિમ, પૂર્વ અને ઉત્તર ઝોનમાં આવેલી ડેરી, હોટલ, રેસ્ટોરન્ટ, પ્રોવિઝન સ્ટોર્સ અને મીઠાઈની દુકાનોમાંથી ખજૂર, મરચું પાવડર, ગ્રેવી, ચણાનો લોટ, રોટલી, મીઠાઈ, દૂધ સહિતની ડેરી પ્રોડક્ટ્સના નમૂનાઓ લેવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન ગેરરીતિઓ સામે આવતા નીચે મુજબ દંડ ફટકારવામાં આવ્યા:
- હોટલ કોઝી, બહેરામપુરા – રૂ.3,000
- માં કી રસોઈ, સેટેલાઈટ – રૂ.10,000
- હોટલ સાગર, સરખેજ – રૂ.10,000
- ધ ટેસ્ટ ઓફ એગ્સ, આંબલી બોપલ રોડ – રૂ.5,000
- ભારત પકોડી, જામાલપુર – રૂ.2,000
- મિલન ફૂડ્સ (પાપાલાઈઝ પીઝા), પાલડી – રૂ.13,000
- જય ભવાણી ભોજનાલય એન્ડ કેટર્સ, વેજલપુર – રૂ.10,000
- આગળ પણ રહેશે ચેકિંગ અભિયાન
ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમ આગામી દિવસોમાં શિયાળુ પાક, મીઠાઈ, નમકીન, આઈસક્રીમ, લસ્સી, ડ્રાયફ્રૂટ, દુધ-દુધજન્ય પદાર્થો, બેકરી પ્રોડક્ટ્સ, ખાદ્ય તેલ તેમજ તૈયાર ખોરાકના ધંધાર્થીઓની સઘન તપાસ કરશે. લાયસન્સ અથવા રજીસ્ટ્રેશન વગર ધંધો કરતા એકમો સામે સીલિંગ સહિત કડક પગલાં ભરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
શહેરમાં જન આરોગ્ય સુરક્ષિત રહે તે માટે AMC દ્વારા આ પ્રકારની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.
