Ahmedabad Airport Drugs Seized: અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે અગાઉ ઘણી ડ્રગ્સની દાણચોરી ઝડપી લીધી છે. ત્યારે એરપોર્ટ પર કસ્ટમ વિભાગે થાઈ એરવેઝની ફલાઈટથી અમદાવાદ આવેલા આવતા પેસન્જર પાસેથી 5,300 કિલો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપી લીધો છે. આ અંગે કસ્ટમ વિભાગે રાજસ્થાનના 19 વર્ષીય પ્રેમ પ્રજાપતિની અટકાયત કરી છે.
રાજસ્થાની યુવક ગાંજા સાથે ઝડપાયો
મળતી વિગતો અનુસાર, અમદાવાદ એરપોર્ટ પર થાઈ એરવેઝની ફ્લાઈટથી અમદાવાદ આવેલા રાજસ્થાનના યુવકની બેગમાંથી હાઈડ્રોપોનિગ ગાંજાનો 5,300 કિલોનો જથ્થો મળી આવ્યો હતો. કસ્ટમ વિભાગની તપાસમાં સામે આવ્યું કે, આરોપીએ ગાંજાની ગંધ છુપાવવા માટે હવામાં લીંબુ રાખ્યા હતા. આ ગાંજાની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત રુ.3.5 કરોડ જેટલી થાય છે. જ્યારે એરપોર્ટ પર સ્કેનિંગ મશીનમાં બેગમાં નશીલો પદાર્શ હોવાની શંકા જતાં તપાસ કરાઈ.
સ્કેનિંગ દરમિયાન ભાંડો ફૂટ્યો
કસ્ટમ વિભાગે બેગની તપાસ કરતાં સમગ્ર હકીકતનો પર્દાફાશ થયો હતો.કસ્ટમ અધિકારીઓએ જ્યારે આરોપીની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે, આરોપી રાજસ્થાનનો રહેવાસી છે અને તે થાઈલેન્ડ ગયો હતો. ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પર તે ચાર સુટકેસ લઈને આવ્યો હતો. સામાનની સ્કેનિંગ દરમિયાન કસ્ટમ અધિકારીઓની તપાસમાં ગાંજો મળી આવ્યો હતો.
શું કહ્યું કસ્ટમ અધિકારીઓએ?
આ મામલે અધિકારીઓએ જણાવ્યું કે, આરોપીને ઓનલાઈન નોકરીની ઓફર મળી હતી. તેથી તે થાઈલેન્ડ ગયો હતો. જ્યાં તેને એક વ્યક્તિએ એક બેગ સોંપી હતી. આ બેગ તેને અમદાવાદ એરપોર્ટ પર એક વ્યક્તિને સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આથી કસ્ટમ વિભાગે ગાંજો જપ્ત કરીને આરોપીની વધુ તપાસ કરી રહી છે.
