Horrible Accident: અમદાવાદના જુહાપુરા નજીક અકસ્માત, ફુલસ્પીડમાં આવતી AMTSની લાલ બસે અનેક વાહનોને અડફેટે લીધા; બે લોકો ઈજાગ્રસ્ત

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Mon, 20 Mar 2023 07:59 PM (IST)Updated: Mon, 20 Mar 2023 08:13 PM (IST)
accident-near-juhapura-ahmedabad-amts-red-bus-coming-at-full-speed-hit-several-vehicles-two-people-injured

Horrible Accident: રાજ્યમાં અકસ્માતના બનાવો વધી ગયા છે, રોજ ક્યાંકને ક્યાંક અકસ્માત સર્જાય છે જેમાં કેટલાંક નિર્દોષના મૃત્યુ પણ થાય છે. અમદાવાદના જુહાપુરા નજીક વિશાલા સર્કલ પાસે AMTSની બસે કેટલાંક વાહનોને અડફેટે લીધા હતા, જેમાં એક બાળકી અને એક વ્યક્તિ સહિત બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને લઈને CCTV ફુટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે અકસ્માત કેટલો ભયાનક હતો.

CCTV આવ્યા સામે
વિશાલા સર્કલ પર સરખેજથી જતી AMTSની લાલ બસે કાર, રિક્ષા અને લોડિંગ ટેમ્પો સહિતના વાહનોને અડફેટે લીધા હતા. મળતી માહિતી મુજબ ટ્રાફિક સિગ્નલને કારણે એક લોર્ડિંગ ટેમ્પોએ અચાનક જ બ્રેક મારી હતી, જેના કારણે પાછળ આવતી કાર, રિક્ષા સહિતના વાહનોને પણ બ્રેક મારવી પડે છે. જો કે આ સમયે બેકાબૂ અને પુરપાટ સ્પીડમાં આવતી AMTSની લાલ બસની બ્રેક લાગી ન હતી, જેના કારણે તમામ વાહનો રમકડાંની માફક ફેંકાયા હતા. અકસ્માતનો આ વીડિયો હાલ ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. જો કે અકસ્માતમાં લોડિંગ ટેમ્પો આડો પડી ગયો હતો જ્યારે એક રિક્ષાની છત તૂટી ગઈ હતી. આ ઉપરાંત બે કારને પણ નુકસાન થયું છે.

પોલીસના સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે સરખેજથી જુહાપુરા તરફ જતી AMTSની એક બેકાબૂ બસે વિશાલ સર્કલ પાસે પહોંચી ત્યારે આગળ જતા વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક બાળકી અને અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.