લોકલ ડેસ્કઃ અમદાવાદમાં પતિના મોત બાદ એક કરોડથી વધુની પડાવવા માંગતા સાસરિયાંએ 'તારા પતિ પાછળ તું કેમ સતી ના થઈ તેવા મહેણાં મારતા સુરતમાં રહેતી અને IAS બનવાનું સપનું જોતી સોફટવેર એન્જિનિયર યુવતીએ 15 દિવસ પહેલાં સાબરમતી રિવરફન્ટ પરથી નદીમાં ઝંપલાવી જીવનનો અંત આણ્યો હતો.
યુવતીએ લખેલી સ્યુસાઈડ નોટ તેમજ સાસરિયાંએ ફોન પર કરેલી તકરારનું ફોન રેકોડીંગ સહિતની વિગતો પોલીસને મળી હતી. બનાવને પગલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે મૃતક યુવતીના પિતાની ફરિયાદ આધારે રાજસ્થાનના રેલમંગરા ખાતે રહેતાં આરોપી સાસરિયાં વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથધરી છે.
મૂળ રાજસ્થાનના રાયપુર તાલુકાના સગરેવ ગામના વતની અને હાલ સુરતના માંડવી ખાતે વિધી સિધ્ધી કોમ્પ્લેક્સમાં રહેતાં અને અનાજ કરિયાળાનો માંલસેલનાં વેપાર કરતા રમેશચંદ્ર રંગલાલજી લખારાએ તેઓની પુત્રી સંગીતાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર આરોપીઓ સંગીતાના કોઈસાસુના પુત્ર રિવ જગદીશ લખારા, રવિની બહેન રેણુદેવી, સાસુ કૈલાસદેવી ભગવતીલાલ લખારા, દિયર પંકજ અને કોઈસાસુ સંતોકદેવી જગદીશજી લખારા વિરૂદ્ધ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ગત તા.૧૯મી મેના રોજ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, રમેશચંદ્રની કમ્પ્યુટર એન્જિનીયર થયેલી પુત્રી 28 વર્ષની સંગીતાના લગ્ન 2017માં રાજસ્થાનના રેલનંગરા ગામે રહેતાં ભગતીલાલ લખારાના પુત્ર વિષ્ણુ સાથે થયા હતા. કન્સ્ટ્રકશનનો બિઝનેસ કરતો પતિ વિષ્ણુજી IAS બનવા યુપીએસસીની તૈયારી કરતી સંગીતાને તમામ પ્રકારનો સાથ સહકાર આપતો તેમજ તેની પડખે ઉભો રહેતો હતો.
પતિએ સંગીતાને ભાવનગર ખાતે બે વર્ષ માસ્ટર ડીગ્રી કરવા માટે મોકલી તેમજ એક વર્ષ નહેસાણા ખાતે નોકરી કરવા માટે મોકલી હતી. આ બાબતથી સાસુ સહિતના લોકો નારાજ રહેતાં તેમજ દહેજની માંગણી કરી સંગીતાને ત્રાસ સંગીતાનો અભ્યાસ કરવાના નિર્ણયથી નારાજ સાસુ તેની સાથે ઝપી કરતા હતા.
પતિ વિષ્ણુ લખારાને ગત તારીખ 7-2-2022ના રોજ રાજસ્થાનના આમેટ ખાતે અકસ્માત થયો હતો. સંગીતા પતિની સારવાર માટે હોસ્પિટલ ગઈ હતી. બે- ત્રણ દિવસની સારવાર બાદ પતિ વિષ્ણુ લેખારાનું મોત નિપજતા સંગીતા બે મહિના સુધી સાસરીમાં રોકાઈ હતી. પતિના મોત બાદ ક્લેઈમના 14 લાખ તેમજ પર પોતાના નામે કરાવવા સાસુ અને દિયર પંકજને ફોઈ સાસુ સંતોકદેવી, તેનો પુત્ર રવિ અને પુત્રી રેવુંદૈવી ચડામણી કરતા હતા.
જેના કારણે સાસુ અને દિયર સંગીતા સાથે અવારનવાર તકરાર કરી ઘડી કરતા હતા. તમામ આરોપીઓ ભેગા મળીને સંગીતાને ત્રાસ આપતા તેમજ ધમકીઓ આપતા હતા. સુરત ડી માર્ટમાં નોકરી કરતી સંગીતા સાથે ગત તારીખ 10મી મેના રોજ સવારે સંગીતાને ફોન કરી રવિ અને રૈદેવીએ સંગીતાને ફોન કરી તું સુરતમાં દસ સાથે અને તારા બાપ સાથે આડા સબંધ રાખે છે. તું સતી હતી તો તારા પતિ પાછળ સતી કેમ ના થઈ તેવા મહેણાં મારી અપશબ્દો બોલી ધમકીઓ આપી ઝગડો કર્યો હતો. આ રેકોર્ડિંગ સંગીતા તેના ભાઈને મોકલી ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.
સંગીતાની શોધખોળ કરતા તેનું લોકેશન અમદાવાદમાં આવતું હોવાની વિગતો મળી હતી. પરિવારજનો શોધખોળ માટે અમદાવાદ પહોંચ્યા દરમિયાન રિવરફ્રન્ટ પોલીસે પરિવારને ફોન કરી સંગીતાની ડેડબોડીના ફોટો મોકલ્યા હતા. સંગીતાએ સાસરિયાંના ત્રાસથી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ તેઓની શોધખોળ હાથ ધરી છે. તમામ પાંચે આરોપીઓને ફરિયાદ નોંધાયાનો છે. દિવસ બાદ પણ પોલીસ પકડી શકી નથી.