entertainment
Zwigato Review: નાના પડદાનો હીરો કપિલ શર્મા મોટા પડદે ઝીરો, સામાન્ય વ્યક્તિના રોલને ન્યાય ના આપી શક્યો કોમેડિયન
Zwigato Movie Review: 0.5 / 5
એન્ટરટેઇનમેન્ટ ડેસ્કઃ નાના પડદાનો સુપર સ્ટાર કપિલ શર્મા તેના ફિલ્મી કરિયરની શરૂઆતમાં અબ્બાસ-મસ્તાનના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ કિસ કિસ કો પ્યાર કરુંથી કરી હતી. આ કોમેડી ફિલ્મ હતી એટલે કપિલ શર્માને વધુ નુકસાન થયું નહીં. આ પછી તેણે ખુદને પોતીની ફિલ્મ ફિરંગી બનાવી. આ ફિલ્મે કપિલની એક્ટિંગ લોકોન પસંદ ના આવી. છ વર્ષ પછી હવે કપિલ શર્માએ હિંમત કરી અને નંદિતા દાસની ફિલ્મ ઝિગ્વાટો દ્વારા મોટા પડદે કમબેક કર્યું છે. તે આ ફિલ્મમાં ડિલીવરી બોયના રોલમાં છે. ડિરેક્ટર નંદિતા દાસનો દાવો છો કે, કપિલ શર્માનો ફેસ સામાન્ય માણસ જેવો છે એટલે તેણે ફિલ્મમાં કપિલને તક આપી છે. ફિલ્મ ઝિગ્વાટોના ડિરેક્ટર કરીકે નંદિતા દાસની ત્રીજી ફિલ્મ છે અને એક્ટર તરીકે કપિલ શર્માની આ ત્રીજી ફિલ્મ છે.
કોરોના મહામારી દરમિયાન આખા વિશ્વમાં એવી આર્થિક મંદી હતી અને મોટાભાગના લોકોની નોકરી જતી રહી હતી.જીવન નિર્વાહ માટે જેને જે કામ મળ્યું તેણે તે કામ કર્યું હતું. મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરતાં કેટલાક લોકો ડિલીવરી બોય બની ગયા હતાં. આ વિષય પર નંદિતા દાસે કપિલ શર્મા અંગે ફિલ્મ ઝિગ્વાટો બનાવી છે. ઘડિયાર કંપનીનો એક મેનેજર છે. જેની નોકરી જતી રહેતાં તે ડિલીવરી બોયનું કામ કરવા લાગે છે. તેની પત્ની પ્રતિમા ઇચ્છે છે કે, તે કંઈક કામ કરી લે. આ કપલને બે બાળકો છે. જે સ્કૂલમાં ભણે છે અને તેમના ઘરે એક વૃદ્ધ મા પણ છે. એક તરફ નોકરી માટે સંઘર્ષ છે. તો બીજી તરફ પરિવારની જવાબદારી છે અને આ બંને વચ્ચેની સ્થિતિ ફિલ્મ ઝિગ્વાટો છે.
ડિરેક્ટર તરીકે નંદિતા દાસ ફિલ્મ ઝિ્ગ્વાટોમાં એક લોઅર મિડલ ક્લાસ પરિવારની અનુભૂતિઓ વાસ્તવિક રીતે બતાવવામાં સફળ થયા નથી. ફિલ્મ ઝિગ્વાટોનો વિષય એવો છે કે, જેના પર ઘણું રિસર્ચ કરવાની જરૂર હતી. ફિલ્મની સ્ટોરી નબળી છે. આ પછી સ્ક્રિનપ્લેમાં પણ બરાબર કામ કરાયું નથી. જે બાદ ડિરેક્ટરનું લીડ એક્ટર પર વધુ ફોકસ કરવું ફિલ્મ ઝિગ્વાટો પર ભારે પડે છે. જો નંદિતા થોડાક દિવસ ફૂડ ડિલીવરી બોય સાથે પસાર કર્યા હોત તો ફિલ્મમાં વધુ સારી સ્ટોરીવાળી ફિલ્મ બની હોત.
આ ફિલ્મમાં કપિલ શર્માની એક સામાન્ય વ્યક્તિના રોલમાં એક્ટિંગ મજા આવે એવી નથી. કપિલ શર્માએ આ માટે વધુ મહેનત કરવાની જરૂર હતી. ફિલ્મમાં કપિલ શર્માની પત્નીનો રોલ કરનારી શહાના ગોસ્વામીએ તેના રોલને પૂરેપૂરો ન્યાય આપ્યો છે. આ ફિલ્મમાં ગુલ પનાગ, સ્વાનંદ કિરકિરે અને સયાની ગુપ્તા પણ છે.