યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના ડિવોર્સ ફરી ચર્ચામાં: RJ મહવશના વાયરલ વીડિયોનું શું છે અસલી સત્ય?

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ઇન્ટરવ્યુની અધૂરી ક્લિપ વાયરલ થઈ છે, જેના કારણે ચાહકોમાં ફરી એકવાર અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. જોકે, આ વાયરલ વાતો પાછળનું અસલી સત્ય કંઈક અલગ જ છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Thu, 05 Nov 2026 11:24 AM (IST)Updated: Thu, 05 Nov 2026 11:24 AM (IST)
yuzvendra-chahal-dhanashree-verma-viral-video-rj-mahavash-statement
યુઝવેન્દ્ર ચહલ ન્યૂઝ

Yuzvendra Chahal News: ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેમની પૂર્વ પત્ની ધનશ્રી વર્માની અંગત જિંદગી એકવાર ફરી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. ભલે બંને કાયદાકીય રીતે અલગ થઈ ગયા હોય, પરંતુ તેમના સંબંધો અને ભૂતકાળના નિવેદનોને લઈને અવારનવાર નવી ચર્ચાઓ થતી રહે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ઇન્ટરવ્યુની અધૂરી ક્લિપ વાયરલ થઈ છે, જેના કારણે ચાહકોમાં ફરી એકવાર અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. જોકે, આ વાયરલ વાતો પાછળનું અસલી સત્ય કંઈક અલગ જ છે.

RJ મહવશના વાયરલ વીડિયો પાછળનું સત્ય

તાજેતરમાં પિંકવિલાના એક જૂના પૉડકાસ્ટનો ભાગ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો ક્લિપમાં પ્રખ્યાત RJ મહેવશ એવું કહેતી નજરે પડે છે કે, “ઓહ ગૉડ, જે ચીજથી ઉપરવાળો તમને બચાવે છે... આ માણસના ડિવોર્સ એટલા માટે થયા કારણ કે તેણે પોતાની ગર્ભવતી પત્નીને ધોકો આપ્યો હતો. એકવારનો ચીટર હંમેશાં ચીટર જ રહે છે.”

આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ કેટલાક યુઝર્સે તેને યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના તલાક સાથે જોડી દીધો અને એવો દાવો કરવા લાગ્યા કે આ નિવેદન ચહલ વિશે આપવામાં આવ્યું છે. પરંતુ, વાસ્તવિકતા એ છે કે આ દાવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણા છે. ઇન્ટરવ્યુના બીજા ભાગમાં RJ મહવશે સ્પષ્ટતા કરી હતી કે તે પોતાના ભૂતકાળના એક અંગત સંબંધ વિશે વાત કરી રહી હતી, જ્યારે તે 19 વર્ષની હતી અને અલીગઢમાં રહેતી હતી. તે વ્યક્તિનો ચહલ સાથે કોઈ સંબંધ નથી.

ચહલ અને ધનશ્રીની લવ સ્ટોરીથી લઈને ડિવોર્સ સુધીની સફર

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની મુકાબલા વર્ષ 2020માં કોરોના લોકડાઉન દરમિયાન થઈ હતી. ચહલે ધનશ્રી પાસે ઓનલાઈન ડાન્સ ક્લાસ લીધા હતા, જે બાદ બંને વચ્ચે મિત્રતા અને પ્રેમ વધ્યો હતો. આ પછી ડિસેમ્બર 2020માં બંનેએ ગુરુગ્રામમાં ભવ્ય લગ્ન કર્યા હતા.

જોકે, લગ્નના કેટલાક વર્ષો બાદ બંનેના સંબંધોમાં ખટાશની અફવાઓ આવવા લાગી હતી. આ મામલો ત્યારે વધુ આગળ વધ્યો જ્યારે ફેબ્રુઆરી 2025માં બંનેએ પરસ્પર સંમતિથી ડિવોર્સ માટે અરજી કરી. ત્યારબાદ 20 માર્ચ 2025ના રોજ મુંબઈની ફેમિલી કોર્ટે તેમના છુટાછેડાને મંજૂરી આપી દીધી હતી, જેનાથી આ જોડી કાયદાકીય રીતે હંમેશા માટે અલગ થઈ ગઈ.

પહેલા પણ ચર્ચામાં આવ્યા હતા અગાઉના ખુલાસા

છુટાછેડા અગાઉ અને તે દરમિયાન પણ બંનેના સંબંધોને લઈને અનેક પ્રકારના દાવા થયા હતા. એક રિયાલિટી શો 'રાઈઝ એન્ડ ફોલ' દરમિયાન ધનશ્રી વર્માએ પોતાની મેરિડ લાઇફ વિશે વાત કરતા જણાવ્યું હતું કે તેમને લગ્નની શરૂઆતમાં જ સંબંધોમાં મુશ્કેલીઓનો અહેસાસ થઈ ગયો હતો. આ તમામ બાબતો વચ્ચે હાલમાં વાયરલ થયેલી RJ મહેવશની ક્લિપને ચહલ સાથે જોડીને ખોટી અવાઓ ફેલાવવામાં આવી રહી છે, જેનો વાસ્તવિક હકીકત સાથે કોઈ સંબંધ નથી.