Shivangi Joshi: કિડની ઈન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં એડમિટ છે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ શિવાંગી જોશી, ઇન્સ્ટાગ્રામ પર કહ્યું- હું ટૂંક સમયમાં કમબેક કરીશ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 16 Mar 2023 11:44 AM (IST)Updated: Thu, 16 Mar 2023 11:44 AM (IST)
yeh-rishta-kya-kehlata-hai-fame-shivangi-joshi-admitted-to-hospital-due-to-kidney-infection-said-i-will-make-a-comeback-soon

Shivangi Joshi: 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ શિવાંગી જોશી હાલ પોતાની હેલ્થને કારણે ચર્ચામાં છે. અભિનેત્રીએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરીને પોતાના ફેન્સને માહિતી આપી છે કે, તે કિડનીના ઈન્ફેક્શનથી પીડિત છે. અભિનેત્રી શેર કરેલી પોસ્ટમાં તેણી હોસ્પિટલના બેડ પર જોવા મળી રહી છે. જેમાં તે ખૂબ જ બીમાર દેખાઈ રહી છે.

શિવાંગી જોશીએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, 'તમામ લોકોને નમસ્તે, કેટલાક દિવસો ખરાબ રહ્યા. મને કિડનીમાં ઈન્ફેક્શન થઇ ગયો છે, પરંતુ હું તમને જણાવવા માંગુ છું કે મારો પરિવાર, મિત્રો, ડૉક્ટરો, હોસ્પિટલ સ્ટાફની મદદ અને ભગવાનના આશીર્વાદથી હું સારું અનુભવી રહી છું.'

શિવાંગીએ વધુમાં લખ્યું હતું કે, 'આ તમને યાદ અપાવવા માટે પણ છે કે તમારે તમારા શરીર, મન અને આત્માનું ધ્યાન રાખવું પડશે અને સૌથી અગત્યનું હાઇડ્રેટેડ રહેવું પડશે. તમારા બધાને પ્રેમ, અને હું ટૂંક સમયમાં કામ પર પાછી આવીશ.' તેના બંને હાથ પર ડ્રિપના નિશાન છે અને તેને પટ્ટી બાંધવામાં આવી છે.

અભિનેત્રીની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. પોસ્ટ પર તેના ફેન્સની સતત પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ફેન્સ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.