બોક્સ ઓફિસ પર ‘Toxic’ની વાપસી: 7મા દિવસે યશની ફિલ્મની કમાણીમાં મોટો ઉછાળો

સોમવારે (છઠ્ઠા દિવસે) ‘ટોક્સિક’ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર ₹7.45 કરોડનો બિઝનેસ કર્યો હતો. જોકે, સાતમા દિવસે ફિલ્મની કમાણીમાં 7.2% નો સુધારો જોવા મળ્યો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 02 Sep 2026 07:52 AM (IST)Updated: Wed, 02 Sep 2026 07:52 AM (IST)
yash-toxic-movie-box-office-collection-day-7-hindi-kannada
ટોક્સિક

Toxic Movie Box Office Collection: રોકિંગ સ્ટાર યશ અને કિયારા અડવાણી અભિનીત મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટોક્સિક’ (Toxic) બોક્સ ઓફિસ પર પોતાની પકડ મજબૂત બનાવી રહી છે. રિલીઝના પહેલા બે દિવસ ધમાકેદાર કમાણી કર્યા બાદ રક્ષાબંધનના દિવસે ફિલ્મની કમાણીમાં થોડો ઘટાડો નોંધાયો હતો. શરૂઆતમાં સમગ્ર ભારતમાં 19,000 શો સાથે રિલીઝ થયેલી આ ફિલ્મ સ્ક્રીન કાપ્યા બાદ હાલ 12,892 શો સાથે ચાલી રહી છે. સોમવારે કમાણી ધીમી પડ્યા બાદ મંગળવારે (સાતમા દિવસે) ફિલ્મે ફરી એકવાર બોક્સ ઓફિસ પર શાનદાર વાપસી કરી છે.

સાતમા દિવસે કમાણીમાં 7.2% નો વધારો

સોમવારે (છઠ્ઠા દિવસે) ‘ટોક્સિક’ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર ₹7.45 કરોડનો બિઝનેસ કર્યો હતો. જોકે, સાતમા દિવસે ફિલ્મની કમાણીમાં 7.2% નો સુધારો જોવા મળ્યો છે. Sacnilk ના તાજા અહેવાલો મુજબ, ફિલ્મે મંગળવારે તમામ ભાષાઓમાં મળીને ₹8.20 કરોડનું કલેક્શન કર્યું છે, જે મેકર્સ માટે ઉત્સાહજનક સંકેત છે. આ સાથે જ ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન ₹229.95 કરોડ અને ગ્રોસ કલેક્શન ₹272.80 કરોડ સુધી પહોંચી ગયું છે.

હિન્દી અને કન્નડ વર્ઝનનો દબદબો

પાંચ ભાષાઓમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં સૌથી વધુ કમાણી હિન્દી ભાષાના વર્ઝનમાંથી થઈ છે:

  • હિન્દી: સાતમા દિવસે ₹5.67 કરોડની કમાણી સાથે કુલ હિન્દી કલેક્શન ₹139.70 કરોડ થયું છે.
  • કન્નડ: હોમ ગ્રાઉન્ડ પર પણ ફિલ્મ પકડ જાળવી રહી છે, સાત દિવસમાં કન્નડ વર્ઝને ₹53.70 કરોડની કમાણી કરી છે.
  • તેલુગુ: તેલુગુ ભાષામાં ફિલ્મે અત્યાર સુધી ₹24.68 કરોડનું કલેક્શન કર્યું છે.
  • તમિલ અને મલયાલમ: તમિલમાં ₹9.60 કરોડ અને મલયાલમમાં ₹૨.૨૭ કરોડનો વેપાર થયો છે.

સિનેમાઘરોમાં અન્ય ફિલ્મો સામેની સ્પર્ધા છતાં, સાતમા દિવસે થયેલો આ સુધારો દર્શાવે છે કે ‘ટોક્સિક’ બોક્સ ઓફિસ પર લાંબી રેસનો ઘોડો સાબિત થઈ રહી છે.