Vash Level 2 Trailer: આજે ગુજરાતી ફિલ્મ 'વશ લેવલ 2'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. 'વશ લેવલ 2'નું ટ્રેલર જોયું પછી ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે, કારણ કે તેમાં બતાવવામાં આવેલા ભયજનક અને રહસ્યમય દ્રશ્યો દર્શકોને એક્સાઈટેડ કરી રહ્યા છે. અહીં જુઓ 'વશ લેવલ 2'નું ભયાનક ટ્રેલર…
ફિલ્મ 'વશ લેવલ 2'ના ટ્રેલરની વાત કરીએ તો, આ એક શાળાની છોકરીઓ 'પ્રતાપ અંકલ' (હિતેન કુમાર) નામની કોઈ વ્યક્તિને શોધી રહી છે. તેમને એક અંકલ દ્વારા મેસેજ આપવામાં આવ્યો છે કે તેમને પ્રતાપ અંકલને શોધવાના છે. છોકરીઓ સતત એક જ વાત રટતી જોવા મળે છે કે 'અંકલે કીધું છે એટલે કરવું પડશે'. ટ્રેલરમાં એક ડાગલોગમાં પ્રતાપ અંકલને 'એ પણ એક રાક્ષસ જ છે' તરીકે વર્ણવવામાં આવ્યા છે.
શહેરમાં 'ભયજનક વાતાવરણ' જોવા મળી રહ્યું છે અને આ તમામ ઘટનાક્રમ 'વશીકરણ' સાથે જોડાયેલો હોવાનું જણાઈ રહ્યું છે. ટ્રેલરમાં એક પાત્ર ચિંતિત થઈને પૂછે છે કે 'આ બધું કેવી રીતે રોકી શકાય?', જેના જવાબમાં ભયાવહ રીતે (હિતુ કનોડિયા દ્વારા) કહેવામાં આવે છે કે 'નહી રોકી શકાય'.
હિતુ કનોડિયાનું પાત્ર કહે છે કે, 'આનાથી વધારે ભયાનક તમારી કલ્પના બહારનું મેં જોયું છે' તેમ કહીને આવનારા ભયની તીવ્રતાનો સંકેત આપે છે. ટ્રેલરમાં છેલ્લી પાંચ મિનિટનો કાઉન્ટડાઉન પણ જોવા મળે છે, ત્યારે એક છોકરી કહે છે કે, 'સર તમે વિચાર્યું પણ નહીં હોય એટલું ખરાબ થશે'. આ રહસ્યમય પ્રતાપ અંકલ મળી જાય પછી શું કરવાનું છે, તે પણ અસ્પષ્ટ છે.
કૃષ્ણદેવ યાજ્ઞિક નિર્દેશિત ફિલ્મ 'વશ લેવલ 2' 27 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા, મોનલ ગજ્જર, ચેતન દૈયા, પ્રેમ ગઢવી અને હિતેન કુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ દર્શકો ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
