Narendra Modi Biopic Maa Vande:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી બાયોપિક 'મા વંદે'(PM Narendra Modi's New Biopic Maa Vande)નું શૂટિંગ શુક્રારે એક પરંપરાગત પૂજાવિધિ સમારંભ સાથે શરૂ કરવામાં આવ્યુ હતું.
આ ફિલ્મમાં મલયાલમ એક્ટર ઉન્ની મુકુંદન(Unni Mukundan) દ્વારા નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવવામાં આવી રહી છે, અને તે તેલુગુ ફિલ્મ નિર્માતા ક્રાંતિ કુમાર સીએચ દ્વારા લખવામાં આવી છે તથા ડાયરેક્ટેડ કરવામં આવી છે.
BIOPIC ON PRIME MINISTER NARENDRA MODI: 'MAA VANDE' SHOOTING BEGINS... The journey of #MaaVande has officially begun.
— taran adarsh (@taran_adarsh) December 20, 2025
The film – a biopic on the life of Hon'ble Prime Minister #NarendraModi ji – has commenced shooting with a traditional pooja ceremony.#MaaVande showcases… pic.twitter.com/lOXOB4jYoB
આ બાયોપિક વીર રેડ્ડી એમ દ્વારા સિલ્વર કાસ્ટ કિર્એશન્સ બેનર હેઠળ પ્રોડયૂસ કરવામાં આવી છે.

ઉન્નીએ નરેન્દ્ર મોદીનો રોલ ભજવ્યો છે,જે અંગે પોતાનો ખુશી વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટની પ્રશંસા કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું હતું કે, મને આટલા વર્ષોમાં ઘણાબધા મજબૂત રોલ તરીકે ભૂમિકા ભજવવાની તક મળી તે બદલ હું આભારી છું. 'મા વંદે' સાથે પ્રયત્ન છે કે પાવર અને ફિઝિકલ અપીયરન્સ સાથે આગળ વધીને હું એ વ્યક્તિના ઈમોશનલ તથા સાયકોલોજીકલ મજબૂતીને દર્શવું." ફિલ્મ મેકરના મતે આ ફિલ્મ એક એવી યાત્રા વિશે છે કે જેણે એક દેશના માર્ગમાં આમૂલ પરિવર્તન લાવી દીધુ છે."

'મા વંદે' કે જેને સમગ્ર ભારતમાં આવરવામાં આવતો પ્રોજેક્ટ છે, અને તે હિંદી, અંગ્રેજી તથા અનેક પ્રાદેશિક ભાષામાં રિલીઝ કરવાની યોજના છે.

મા વંદેમાં નરેન્દ્ર મોદીના બાળપણથી લઈ એક પ્રખર રાષ્ટ્રીય નેતા બનવા સુધીની સફરને રજૂ કરવામાં આવશે. તેમાં તેમના માતા હીરાબા સાથેના તેમના આત્મતાભર્યાં સ્નેહ-સંબંધ પર પણ વિશેષ રીતે રજૂઆત કરવામાં આવશે. એટલે જ તો 'મા વંદે'નો મુખ્ય સંદેશ 'એક માતાની ઈચ્છાશક્તિની મજબૂતી તથા પ્રભાવ પર આધારિત છે.

આ ફિલ્મમાં એક મજબૂત ટેકનિકલ ટીમ છે, જેમાં સિનેમેટોગ્રાફર કે કે સેંથિલ કુમાર, એડિટર શ્રીકર પ્રસાદ, પ્રોડક્શન ડિઝાઈન સાબૂ સિરિલ, મ્યુઝિક કમ્પોઝર રવિ બસરુર તથા એક્શન કોરિયોગ્રાફર કિંગ સોલોમનનો સમાવેશ થાય છ.
