Taarak Mehta Ka Ooltah Chashmah Cast Net Worth: ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં સૌથી સફળ અને લોકપ્રિય ફેમિલી શોની વાત કરવામાં આવે તો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC)નું નામ સૌથી મોખરે આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી આ શો સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે અને આજે પણ TRP ચાર્ટમાં ટોચના 10 શોમાં સ્થાન ધરાવે છે. આ સીરિયલના દરેક પાત્રો ઘર-ઘરમાં જાણીતા બન્યા છે.
પડદા પર સાદગીભર્યું જીવન જીવતા ગોકુલધામ સોસાયટીના આ સભ્યો વાસ્તવિક જીવનમાં કરોડોની સંપત્તિના માલિક છે. તાજેતરમાં આ કલાકારોની કુલ સંપત્તિ (Net Worth)ના આંકડા સામે આવ્યા છે, જેમાં કેટલાક કલાકારોની સંપત્તિ જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
આવો જાણીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના મુખ્ય કલાકારોની કુલ સંપત્તિ કેટલી છે:
જેઠાલાલ (દિલીપ જોશી) — શોના સૌથી મોંઘા કલાકાર
શોના મુખ્ય પાત્ર 'જેઠાલાલ ગડા'ની ભૂમિકા ભજવતા દિલીપ જોશીએ પોતાના અભિનય અને અનોખી કોમેડી ટાઈમિંગથી અદભુત લોકપ્રિયતા મેળવી છે. મીડિયા રિપોર્ટ્સ (ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા) અનુસાર, દિલીપ જોશી આ શોમાં સૌથી વધુ ફી મેળવતા કલાકાર છે. તેમની કુલ સંપત્તિ અંદાજે ₹47 કરોડ છે.
આત્મારામ તુકારામ ભીડે (મંદાર ચાંદવાડકર)
ગોકુલધામ સોસાયટીના 'એકમેવ સેક્રેટરી' આત્મારામ ભીડેનું પાત્ર ભજવતા મંદાર ચાંદવાડકરની લોકપ્રિયતા પણ ઘણી મોટી છે. શોમાં મધ્યમવર્ગીય શિક્ષકની ભૂમિકા ભજવતા મંદાર વાસ્તવિક જીવનમાં કરોડોના માલિક છે. તેમની કુલ સંપત્તિ અંદાજે ₹42 કરોડ છે. સંપત્તિની બાબતમાં તેમણે બબીતાજી અને ચંપકલાલને પણ પાછળ છોડી દીધા છે.
બબીતાજી (મુનમુન દત્તા)
શોમાં પોતાના ગ્લેમરસ અંદાજથી ફેન્સના દિલ જીતનાર 'બબીતાજી' એટલે કે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. જેઠાલાલ અને બબીતાજી વચ્ચેની ખાટી-મીઠી કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ પડે છે. અહેવાલો અનુસાર, મુનમુન દત્તાની કુલ સંપત્તિ આશરે ₹40 કરોડ છે.
કૃષ્ણન અય્યર (તનુજ મહાશબ્દે)
શોમાં બબીતાજીના પતિ અને સાયન્ટિસ્ટ કૃષ્ણન અય્યરની ભૂમિકા ભજવતા તનુજ મહાશબ્દે પણ સંપત્તિની રેસમાં પાછળ નથી. વાસ્તવિક જીવનમાં ખૂબ જ સાદગીથી રહેતા તનુજ મહાશબ્દેની કુલ સંપત્તિ લગભગ ₹30 કરોડ આંકવામાં આવી છે.
ચંપકલાલ ગડા (અમિત ભટ્ટ)
જેઠાલાલના પિતાજી 'બાપુજી' એટલે કે ચંપકલાલ ગડાનું પ્રખ્યાત પાત્ર ભજવનાર અમિત ભટ્ટ પોતાની ફિટનેસ અને શ્રેષ્ઠ અભિનય માટે જાણીતા છે. વાસ્તવિક જીવનમાં જેઠાલાલ (દિલીપ જોશી) કરતાં ઉંમરમાં નાના અમિત ભટ્ટની કુલ સંપત્તિ અંદાજે ₹16.4 કરોડ છે.
માધવી ભીડે (સોનાલિકા જોશી)
ભીડેના પત્ની માધવી ભાભીનું પાત્ર ભજવતા સોનાલિકા જોશીએ પણ બિઝનેસ વુમન તરીકે શોમાં આગવી ઓળખ ઊભી કરી છે. સોનાલિકા જોશીની વાસ્તવિક જીવનમાં કુલ સંપત્તિ ₹10 કરોડ હોવાનું મનાય છે.
