કંગના રનૌતના પ્રોડક્શનમાં બનેલી પહેલી ફિલ્મ ટીકૂ વેડ્સ શેરુ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી, અવનીત કૌરની સાથે રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે. એમેઝોન પ્રાઇમ વીડિયો પર આવેલી આ ફિલ્મને મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. કેટલીક આ ફિલ્મના વખાણ પણ કરી રહ્યા છે. તો કેટલાક ફિલ્મને ખરાબ રિવ્યૂ આપી રહ્યા છે. આ વચ્ચે કંગના રનૌત ફરી એકવાર મૂવી માફિયા પર ભડકી ગઈ છે. તેમને પોસ્ટ શેર કરી મૂવી માફિયાને આડેહાથ લીધા છે.
કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર પોસ્ટ શેર કરતાં દાવો કર્યો છે કે, મૂવી માફિયા તેની પહેલી પ્રોડક્શન ફિલ્મને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છએ. એટલું જ નહીં કંગનાએ ત્યાં સુધી લખ્યું કે, મૂવી માફિયા તેમની ફિલ્મની વિરુદ્ધ કેમ્પેઇન ચલાવી રહ્યા છે. કંગનાએ તેની પોસ્ટની શરૂઆતમાં લખ્યું છે કે, કેટલાક લોકો મને મેસેજ કરીને આ વાતની માહિતી આપી રહ્યા છે કે, તેમણે ફિલ્મમાં ઉપયોગ કરેલી શાયરી ખૂબ જ પસંદ આવી છે. બધાને જણાવું કે, આ શાયરી મેં ખુદ લખી છે.
કંગનાએ વધુમાં લખ્યું કે, મૂવી માફિયા મારી ફિલ્મને નુકસાન પહોંચાડવા માટે બધા પ્રયત્ન કરી રહ્યા છે. ફેક રિવ્યૂ લખાવી રહ્યા છે. ફિલ્મની વિરુદ્ધ અભિયાન શરૂ કરાવી રહ્યા છે. આ બધાને છોડો. ઓટીટી પ્લેટફોર્મ પર મારી ફિલ્મ સ્ટ્રીમ કરી રહી છે. તમે ખુદ ફિલ્મને જોઈ શકો છો અથવા તમારા ફ્રેન્ડને રિવ્યૂ પૂછી શકો છઓ. આ ફેક પેઇડ રિવ્યૂને જોશો નહીં. આ ફિલ્મ જોયા પછી તમારા ફિડબેક જરૂર આપજો.
