The Kerala Story: હાલ સુદીપ્તો સેન નિર્દેશિત ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી'ની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ વિવાદો વચ્ચે પણ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. અત્યાર સુધીમાં ફિલ્મે ભારતમાં જ 200 કરોડથી વધુનું કલેક્શન કરી લીધું છે. ત્યારે આજે ફિલ્મની ટીમે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી સાથે મુંબઈમાં મુલાકાત કરી હતી. જેની તસવીરો કેન્દ્રીય મંત્રીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર બે તસવીરો શેર કરવામાં આવી છે. બંને તસવીરોમાં ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી'ની ટીમ જોવા મળી રહી છે. આ સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, 'ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી'ની સમગ્ર સ્ટારકાસ્ટ સાથે મુલાકાત.' આ તસવીરમાં અદા શર્મા, વિપુલ શાહ, આશિન શાહ, સોનિયા બલાની અને યોગિતા બિહાની જોવા મળી રહ્યા છે.
The cast of the film 'The Kerala Story' met Union Minister Shri @nitin_gadkari Ji in Mumbai today. The film's producers, Shri @VipulAlShah, Shri @Aashin_A_Shah, and actresses @adah_sharma, @iyogitabihani, and @soniabalani9 were also present. pic.twitter.com/zz7QH5BmlN
— Office Of Nitin Gadkari (@OfficeOfNG) May 25, 2023
આ ફિલ્મ ટ્રેલર રિલીઝ થતાની સાથે જ વિવાદમાં ઘેરાયેલી છે. ફિલ્મ 5 માર્ચના રોજ રિલીઝ થઈ હતી. આ પછી પશ્ચિમ બંગાળની સરકારે 8 મેના રોજ રાજ્યમાં ફિલ્મની સ્ક્રીનિંગ પર પ્રતિબંધ લગાવતો આદેશ જારી કર્યો હતો. જો કે, સુપ્રીમ કોર્ટે 18 મેના રોજ ફિલ્મ પર પશ્ચિમ બંગાળમાં લગાવવામાં આવેલ પ્રતિબંધ પર સ્ટે લગાવી દીધો હતો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો