The Kerala Story in Bengal: ઈસ્ટર્ન ઈન્ડિયા મોશન પિક્ચર એસોસિએશનના અધિકારી તરફથી મળતી માહિતી મુજબ, હાલ પશ્ચિમ બંગાળના માત્ર એક સિનેમાઘરમાં 'ધ કેરલ સ્ટોરી'ની સ્ક્રીનિંગ થઈ રહી છે. ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં દર્શકો ફિલ્મ જોવા માટે ઉમટી રહ્યા છે.
નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં આ ફિલ્મ પર 8 મેના રોજ ફિલ્મની સ્ક્રીનિંગ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સરકારનું કહેવું હતું કે, આ ફિલ્મ એક વર્ગને અપમાનિત કરવા માટે બનાવવામાં આવી છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે 18 મે ગુરુવારના રોજ રાજ્યમાં ફિલ્મ પર લગાવવામાં આવેલ પ્રતિબંધ પર સ્ટે લગાવી દીધો હતો.
જો કે, પશ્ચિમ બંગાળમાં પ્રતિબંધ હટ્યા પછી પણ સિનેમાઘરોમાં ફિલ્મ ધ કેરલ સ્ટોરીની સ્ક્રીનિંગ કરવામાં આવી રહી નથી. ત્યારે ઉત્તર 24 પરગના જિલ્લાના બનગાંવ શહેરના એક સિનેમાઘરમાં 20 મેના રોજથી ફિલ્મની સ્ક્રીનિંગ થઈ રહી છે. આ સાથે જ ફિલ્મની સાથે ડિસ્ક્લેમર ચલાવવામાં આવી રહ્યું છે કે આ કાલ્પિનિક ઘટનાઓ પર આધારિત ફિલ્મ છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો