Parineeti-Raghav Wedding Video: પરિણીતી-રાઘવના લગ્નનો એક્સક્લૂઝિવ વીડિયો આવ્યો સામે, દુલ્હા-દુલ્હન અલગ જ અંદાજમાં જોવા મળ્યા

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 29 Sep 2023 07:01 PM (IST)Updated: Fri, 29 Sep 2023 07:01 PM (IST)
the-exclusive-video-of-parineeti-raghavs-wedding-is-out-the-bride-and-groom-are-seen-in-different-outfits

Parineeti-Raghav Wedding Video: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ રાજસ્થાનના ઉદયપુરમાં સાત ફેરા ફર્યા. આ સમારંભમાં પરિવારના સભ્ય અને નજીકના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. લગ્નને ગ્રાન્ડ બનાવવામાં કોઈ જ કસર છોડવામાં આવી ન હતી. પરિણીતી અને રાઘવ 24 સપ્ટેમ્બરે એકમેકના થયા અને આગામી દિવસે તેમણે સત્તાવાર તસવીર શેર કરી, જે જોતા જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ. હવે પરિણીતિએ એક વીડિયો શેર કર્યો જેમાં તેમણે જાનના આગમનથી લઈને જયમાળા સુધીની મોમેન્ટ દેખાડવામાં આવી. વીડિયોમાં રાઘવ જ્યારે જાન લઈને પહોંચે છે તો પરિણીતી તેને જોઈને જ એક્સાઈટેડ થતી જોવા મળે છે.

રાઘવની પહેલી ઝલક પર દુલ્હનનું આવું હતું રિએક્શન
વીડિયોની શરુઆત રાઘવથી થાય છે. જેમાં પહેલા તે તૈયાર થતો જોવા મળે છે, જે બાદ સેહરા બાંધીને તે જાન લઈને પહોંચે છે. પરિણીતી દૂરથી જ તેણે છત પરથી જુવે છે. રાઘવની પહેલી ઝલક જોઈને જ પરિણીતી ખુશીથી રાઘવના નામની બૂમો પાડે છે. પરિણીતી કહે છે- તે માત્ર ઉપર જોઈ રહ્યો છે. જે બાદ તે નીચે બેસી જાય છે જેથી રાઘવ તેણે જોઈ ન શકે.

પરિણીતીએ ગાયું ખાસ ગીત
રાઘવ મંડપ તરફ આગળ વધે છે ત્યારે તેની બંને બાજુ પરિણીતીના બંને ભાઈ સાથે જોવા મળે છે. વીડિયોમાં આગળ પરિણીતી પણ મંડપ તરફ જવા માટે નીચે ઉતરે છે. ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ તેના ડ્રેસને પાછળથી સંભાળી રાખ્યો છે. જ્યારે પરિણીતી મંડપ તરફ આગળ વધે છે તો રાઘવ તેણે જોઈને ફ્લાઈંગ કિસ કરે છે. રાઘવ માટે પરિણીતી પોતાના અવાજમાં એક ગીત રેકોર્ડ કર્યું હતું જે આ પ્રસંગે વગાડવામાં આવે છે. પછી પરિણીતીની સાથે ગાવા લાગે છે અને બંને એકબીજાને જયમાળા પહેરાવે છે.

ભાઈ થયો ઈમોશનલ
વીડિયોમાં પરિણીતી અને રાઘવ સાત ફેરાની વિધિ કરતા જોવા મળે છે. આ પ્રસંગે પરિણીતીના ભાઈની આંખોમાંથી આંસૂ વહી જાય છે. અંતે રાઘવ, પરિણીતીના માથા પર તે કિસ કરે છે.

સેલેબ્સે આપ્યા અભિનંદન
પરિણીતીના વીડિયો પર મનીષ મલ્હોત્રાએ હાર્ટ ઈમોજી બનાવી. નેહા ધૂપિયાએ લખ્યું- ઘણું જ સુંદર. સાથે જ ફેન્સે કપલને તેમના ભવિષ્ય માટે શુભેચ્છા આપતી કમેન્ટ કરી.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.