'Thama'નું ભયાનક ટીઝર રિલીઝ, આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાનાનો વેમ્પાયર લુક તો નવાઝુદ્દીન સિદ્દીકી વિલન અવતારમાં

'થામા'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આયુષ્માન ખુરાના, રશ્મિકા મંદાના અને નવાઝુદ્દીન સિદ્દીકીનો અવતાર ટીઝરમાં અત્યંત ભયાવહ અને ડરામણો દેખાઈ રહ્યો છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Tue, 19 Aug 2025 01:22 PM (IST)Updated: Tue, 19 Aug 2025 01:22 PM (IST)
thama-teaser-out-ayushmann-khurrana-nawazuddin-siddiqui-rashmika-mandanna-vampire-look

Thama Teaser Out: મેડૉક ફિલ્મ્સ દ્વારા નિર્મિત ફિલ્મ 'થામા'નું ટીઝર રિલીઝ થતાં જ ચાહકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ટીઝર જોઈને દર્શકો ક્રેઝી થઈ ગયા છે અને તેમને વિશ્વાસ છે કે આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે. આયુષ્માન ખુરાના, રશ્મિકા મંદાના અને નવાઝુદ્દીન સિદ્દીકીનો અવતાર ટીઝરમાં અત્યંત ભયાવહ અને ડરામણો દેખાઈ રહ્યો છે.

હોરર ફિલ્મ'થામા'નું ટીઝર રિલીઝ

'થામા' એક ખૂની પ્રેમ કહાણી છે, જેમાં હોરર સાથે પિશાચનો જુસ્સો જોવા મળવાનો છે. ટીઝરની શરૂઆત આયુષ્માન ખુરાનાના પાત્ર આલોકના અવાજથી થાય છે, જે તાડકા એટલે કે રશ્મિકા મંદાનાને પૂછે છે રહી શકશો મારા વિના 100 વર્ષ સુધી?" જેના જવાબમાં રશ્મિકા કહે છે 100 વર્ષ શું, એક પળ માટે પણ નહીં". આયુષ્માન ખુરાના વેમ્પાયર તરીકે આલોકના પાત્રમાં છે, જે લોહી પીતો જોવા મળે છે. રશ્મિકા મંદાના 'તાડકા'ના બેખૌફ અવતારમાં દેખાય છે.

નવાઝુદ્દીન સિદ્દીકીને ચામાચિડિયા જેવો લુક આપવામાં આવ્યો છે અને તેઓ વેમ્પાયર વિલન બન્યા છે. આ ઉપરાંત ટીઝરમાં પરેશ રાવલ અને 'પંચાયત'ના ફૈઝલ મલિક પણ જોવા મળે છે, જેમને જોઈને ચાહકો ચોંકી ઉઠ્યા છે. ટીઝર રિલીઝ થયાના થોડા જ મિનિટોમાં સાડા ત્રણ લાખથી વધુ વખત જોવાઈ ચૂક્યું છે અને તેના પર ધડાધડ કોમેન્ટ્સ આવી રહી છે.

હોરર ફિલ્મ'થામા' ક્યારે રિલીઝ થશે

મેકર્સનો દાવો છે કે આ ફિલ્મ હોરર સાથે એકદમ ખૂની હશે, જેમાં લોહી પીનારા વેમ્પાયર પણ છે. 'થામા' દિવાળી 2025ના અવસરે રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન આદિત્ય સરપોતદાર દ્વારા કરવામાં આવ્યું છે. એવું પણ કહેવાય છે કે 'થામા'ની વાર્તા 'સ્ત્રી' અને 'ભેડિયા' ફિલ્મો સાથે જોડાયેલી છે, અને તેમાં વરુણ ધવન ('ભેડિયા') અને તેના મિત્ર જના પણ જોવા મળશે.