એરપોર્ટ પર નીચે પડ્યા Thalapathy Vijay, બેકાબૂ ચાહકોએ અભિનેતાને મુશ્કેલીમાં મૂક્યા

જ્યારે બોડીગાર્ડ્સ વિજયને સુરક્ષિત રીતે તેમની કાર તરફ લઈ જઈ રહ્યા હતા, ત્યારે તેઓ લથડ્યા અને પડી ગયા હતા. જોકે બોડીગાર્ડ્સે તેમને તરત જ ઉઠાવીને ગાડીમાં બેસાડી દીધા હતા.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Mon 29 Dec 2025 10:00 AM (IST)Updated: Mon 29 Dec 2025 10:00 AM (IST)
thalapathy-vijay-falls-at-chennai-airport-before-getting-into-car-663907

Thalapathy Vijay Video: સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજયની ફેન ફોલોઈંગ એટલી જબરદસ્ત છે કે તેઓ જ્યાં પણ જાય છે ત્યાં ચાહકોની ભીડ ઉમટી પડે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં ચેન્નાઈ એરપોર્ટ પર ચાહકોની ભીડ એટલી બેકાબૂ બની ગઈ હતી કે અભિનેતા જમીન પર પડી ગયા હતા. સુરક્ષાકર્મીઓએ ભારે જહેમત બાદ તેમને ભીડમાંથી બહાર કાઢીને સુરક્ષિત રીતે ગાડી સુધી પહોંચાડ્યા હતા.

મલેશિયાથી પરત ફરી રહ્યા હતા વિજય
થલાપતિ વિજય તેમની આગામી ફિલ્મ 'જન નાયકન'ના ઓડિયો લોન્ચ માટે મલેશિયા ગયા હતા. આ કાર્યક્રમ પૂર્ણ કરીને તેઓ 28 ડિસેમ્બરની સાંજે જ્યારે ચેન્નાઈ પરત ફર્યા, ત્યારે એરપોર્ટ પર તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં ચાહકો પહેલેથી જ હાજર હતા. તેમને જોતા જ ભીડ ઉત્સાહિત થઈ ગઈ અને પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ હતી.

ભીડમાં વિજય સંતુલન ગુમાવી બેઠા
પીટીઆઈ (PTI) દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયો મુજબ જ્યારે બોડીગાર્ડ્સ વિજયને સુરક્ષિત રીતે તેમની કાર તરફ લઈ જઈ રહ્યા હતા, ત્યારે ગાડીની નજીક પહોંચતા જ તેઓ લથડ્યા અને પડી ગયા હતા. જોકે બોડીગાર્ડ્સે તેમને તરત જ ઉઠાવીને ગાડીમાં બેસાડી દીધા હતા. આ હંગામા દરમિયાન એરપોર્ટ પરિસરમાં ઉભેલી અભિનેતાની કારને પણ નુકસાન પહોંચ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

'જન નાયકન' થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ છે. મલેશિયામાં ઓડિયો લોન્ચ દરમિયાન વિજયે પુષ્ટિ કરી હતી કે આ ફિલ્મ પછી તેઓ અભિનય જગતને અલવિદા કહી રહ્યા છે. આ ફિલ્મમાં બોબી દેઓલ અને પૂજા હેગડે જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે અને તે 9 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

એરપોર્ટ પર બનેલી આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકો ચાહકોના આવા વર્તન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ચાહકોની ભીડ દ્વારા અભિનેતાને આ રીતે મુશ્કેલીમાં મૂકવા બદલ ઈન્ટરનેટ પર ભારે ચર્ચા જાગી છે.