TMKOC: ગુજરાતી હાસ્ય લેખક તારક મહેતાની કૉલમ પર આધારિત કૉમેડી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)18 વર્ષથી દર્શકોને ભરપુર મનોરંજન પુરુ પાડવાની સાથે-સાથે હસાવી રહ્યો છે. આજે ભલે અનેક જૂના પાત્રો શૉ છોડીને જતા રહ્યા હોય અને નવા પાત્રો ગોઠવાઈ ગયા હોય, પરંતુ હજુ પણ લોકોને સીરીયલ એટલી જ પસંદ પડી રહી છે. હજુ પણ સોની સબ ચેનલ પર દરરોજ સીરિયલના જૂના એપિસોડને લોકો જોઈ રહ્યા છે. આ શૉમાં સાયન્ટિસ્ટ ઐય્યરની પત્ની અને જેઠાલાલ ગડાનો ક્રશ બનતી બબીતા ઉર્ફે મુનમુન દત્તા હાલ પોતાની એક હરકતને લઈને ટ્રોલ થઈ રહી છે.
હકીકતમાં મુનમુન દત્તા પોતાના એક વીડિયોને લઈને ચર્ચામાં આવી છે. આ વીડિયો 17 વર્ષના સેલિબ્રેશન ઈવેન્ટનો છે, જેને જોયા બાદ લોકો બબીતાને ટ્રોલ કરવા લાગ્યા છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે, મુનમુન દત્તા ડેનિમ શૉર્ટ ડ્રેસ પહેરીને મંચ પર આવે છે. આ દરમિયાન તેની સાથે ઑન સ્ક્રીન પતિ ઐય્યર પણ જોવા મળે છે. બબીતા બનતી મુનમુન દત્તાનો આખો આઉટફિટ ખૂબ જ સ્ટાઈલિસ્ટ છે. આ લુકને તેણીએ બૂટ સ્ટાઈલ હીલ સાથે કેરી કર્યો છે.
જ્યારે એક્ટ્રેસ સ્ટેજ પર પહોંચે છે, ત્યારે તેના હાથમાં એક રંગબેરંગી સ્ટોલ હોય છે. જેને હવામાં લહેરાવીને તે નીચે ઉપસ્થિત લોકોને નમસ્કાર કર્યાં બાદ ખુરશી પર બેસી જાય છે. જેવી એક્ટ્રેસ ખુરશી પર બેસે છે, તે સાથે જ એવી હરકત કરે છે, જેને જોઈને નીચે ઉપસ્થિત લોકો પણ ચોંકી જાય છે. જેનો વીડિયો વાયરલ થતાં લોકો મુનમુન દત્તાને ટ્રોલ કરવા લાગે છે.
શોર્ટ ડ્રેસ પહેર્યો હોવાથી મુનમુન દત્તા થોડી અનકંફોર્ટેબલ ફિલ કરે છે અને પોતાના હાથમાં રહેલો સ્ટોલ ખોલીને પોતાના ઉગાડા પગને ઢાંકવા લાગે છે. આ સાથે જ શૉમાં બાગાની ભૂમિકા ભજવતો તન્મય વેકરિયા સ્ટેજ પર આવે છે.
લોકોનું કહેવું છે કે, જ્યારે પોતે આટલી કંફોર્ટેબલ નહતી, તો તેણીએ આવો ડ્રેસ પહેરવો જ નહતો જોઈએ. એક યુઝર્સે લખ્યું કે, દેખાડવું અને છુપાવવું પણ. કોણ જાણે શું ઈચ્છે છે આ એક્ટ્રેસ? અન્ય એક યુઝર્સે લખ્યું કે, મુનમુન દત્તામાં આત્મવિશ્વાસનો અભાવ છે.
જો કે કેટલાક લોકો મુનમુન દત્તાને સપોર્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું કે, આમ કરીને એક્ટ્રેસે પોતાની સમજદારીનો પરિચય આપ્યો છે. એક યુઝર્સે લખ્યું કે, મુનમુન કોઈ પણ પ્રકારના ઉપ્સ મૂમેન્ટથી બચવા માંગે છે. આમ કરવું ખોટું પણ નથી.
