Dilip Joshi Family:TMKOC જેઠાલાલા એટલે કે દિલિપ જોશીના રિયલ લાઈફ પરિવારના સભ્યો, કોણ શું કરે છે તે જાણો

Dilip Joshi Family Tree:તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) શોમાં 'જેઠાલાલ'નું પાત્ર ભજવીને ઘરે-ઘરે જાણીતા બનેલા અભિનેતા દિલિપ જોશી સ્ક્રીન પર ભલે 'દયાબેન' અને 'બબિતાજી' સાથે મનોરંજન પૂરું પાડતા હોય પરંતુ રિયલ લાઈફમાં તેઓ ખૂબ જ સાદગીપૂર્ણ અને સુખી પરિવાર ધરાવે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 20 Aug 2026 06:30 AM (IST)Updated: Thu, 20 Aug 2026 06:30 AM (IST)
taarak-mehta-ka-ooltah-chashmah-jethalal-aka-dilip-joshi-real-family-wife-children-personal-life-and-biography

Dilip Joshi Family Tree:તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) શોમાં 'જેઠાલાલ'નું પાત્ર ભજવીને ઘરે-ઘરે જાણીતા બનેલા અભિનેતા દિલિપ જોશી સ્ક્રીન પર ભલે 'દયાબેન' અને 'બબિતાજી' સાથે મનોરંજન પૂરું પાડતા હોય પરંતુ રિયલ લાઈફમાં તેઓ ખૂબ જ સાદગીપૂર્ણ અને સુખી પરિવાર ધરાવે છે. દિલિપ જોશી અને તેમનો પરિવાર લાઇમલાઇટ અને ગ્લેમરની દુનિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે.

દિલિપ જોશીની રિયલ લાઈફ પત્ની

જેઠાલાલ ઉર્ફે દિલિપ જોશીની રિયલ લાઈફ વાઈફનું નામ જયમાલા જોશી (Jaymala Joshi) છે. જયમાલા જોશી લુકમાં ખૂબ જ સુંદર અને હોમલી છે. તેઓ હંમેશા ભારતીય પહેરવેશ અને સાદગીમાં જોવા મળે છે. સોશિયલ મીડિયા કે પબ્લિક ઇવેન્ટ્સમાં જયમાલા ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ જ્યારે પણ તેમની તસવીરો સામે આવે છે, ત્યારે ફેન્સ તેમની ખૂબ પ્રશંસા કરે છે.

દિલિપ જોશીનો ફેમિલી ટ્રી અને બાળકો

દિલિપ જોશી અને જયમાલા જોશીના બે બાળકો છે - એક પુત્રી નિયતિ જોશી (Niyati Joshi) અને પુત્ર રિત્વિક જોશી (Ritwik Joshi)

પુત્રી નિયતિ જોશી:નિયતિ જોશી વર્ષ 2021માં ત્યારે રાતોરાત ચર્ચામાં આવી હતી જ્યારે તેના લગ્ન મુંબઈની તાજ હોટેલમાં ફિલ્મ રાઇટર અશોક મિશ્રાના પુત્ર યશોવર્ધન મિશ્રા સાથે થયા હતા.નિયતિએ પોતાના લગ્નમાં ગ્રે-હેર (સફેદ વાળ)ને છુપાવ્યા વગર નેચરલ લુકમાં ફ્લોન્ટ કર્યા હતા, જેની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ હતી.

પુત્ર રિત્વિક જોશી:દિલિપ જોશીનો પુત્ર રિત્વિક પણ તેના પિતાની જેમ ખૂબ જ ડાઉન ટુ અર્થ છે.

દિલિપ જોશી પોતાના પરિવારને ખૂબ જ મહત્વ આપે છે અને ફેમિલી ઈવેન્ટ્સમાં TMKOCની આખી ટીમ પણ હાજરી આપતી જોવા મળે છે.