Taarak Mehta Ka Ooltah Chashma Controversy: હાલ ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઘણા વિવાદોમાં જોવા મળી રહ્યો છે. શોમાં 'રોશન ભાભી'ની ભૂમિકા ભજવી ચૂકેલી અને હાલ શોને અલવિદા કહી ચૂકેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી સહિત શોના પ્રોજેક્ટ હેડ સોહેલ રમાની અને જતિન બજાજ સામે સેક્સુઅલ હેરેસમેન્ટના આરોપ લગાવ્યા હતા. ત્યારે હવે અભિનેત્રીએ આ મામલે પોલીસને પોતાનું નિવેદન આપ્યું છે.
જેનિફર મિસ્ત્રીએ કહ્યું કે, 'હું મુંબઈ પરત આવી ચૂકી છું અને પવઈ પોલીસે મને બોલાવ્યો હતો. હું ગઈકાલે પોલીસ સ્ટેશન પહોંચી હતી જ્યાં મેં મારું નિવેદન નોંધાવ્યું છે. હું ત્યાં બપોરે લગભગ 12 વાગ્યે ત્યાં પહોંચી હતી અને સાંજે લગભગ સાંજે સવા 6 વાગ્યાની આસપાસ ત્યાંથી નીકળી હતી. મેં સમગ્ર વાત પોલીસને જણાવી છે. હું ત્યાં લગભગ 6 કલાક હતી અને હવે કાનૂનને પોતાનું કામ કરવાનું છે. મને કહેવામાં આવ્યું છે કે, જો જરૂર પડશે તો મને ફરીથી બોલાવવામાં આવશે.'
નાના પડદા પરના સૌથી પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લા 15 વર્ષથી રોશન કૌર સોઢીનો રોલ કરી રહેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના નિર્માતા અસિત મોદી પર યૌન શોષણનો આરોપ લગાવતા શો છોડી દીધો હતો. જેનિફરના ઓરોપો પર પ્રોડક્શન હાઉસે અભિનેત્રીને અનુશાસનહીન, અપમાનજનક અને સેટ પર લોકો સાથે નિયમિત રીતે ગેરવર્તણૂક કરતી હોવાની વાત કહી હતી. જો કે, ઘણા લોકોએ જેનિફરને સપોર્ટ પણ કર્યો છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો