entertainment
Swara Bhaskar Reception: સ્વરા ભાસ્કર-ફહદ અહમદના રિસેપ્શનની તસવીરો સામે આવી, હાથોમાં હાથ નાખીને જોવા મળ્યું દંપતી
Swara Bhaskar Reception: એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે સપા નેતા ફહદ અહમદ સાથે કોર્ટ મેરેજ કર્યા બાદ પારંપરિક રીતે લગ્ન કરી લીધા છે. આજે બંનેએ પોતાના નજીકના લોકો માટે દિલ્હીમાં રિસેપ્શન રાખ્યું હતું. આ દરમિયાન સ્વાર અને ફહદ હાથોમાં હાથ નાખીને જોવા મળ્યા.
પોતાના મંગલસૂત્રને ફ્લોન્ટ કરતી જોવા મળી સ્વરા
સામે આવેલા એક વીડિયોમાં સ્વાર અને ફહદ હાથોમાં હાથ નાખીને રિસેપ્શન પાર્ટીમાં એન્ટ્રી લે છે. સ્વરા પોતાના રિસેપ્શનમાં ગુલાબી અને લાલ રંગના લેંઘામાં જોવા મળી. તો ફહદ ક્રીમ કલરની શેરવાનીમાં હતો. સ્વરાએ લેંઘાની સાથે પોતાના લુકને હેવી એક્સેસરીઝ અને માંગ ટીકાની સાથે પૂરો કર્યો. આ દરમિયાન તે પોતાના મંગલસૂત્રને પણ ફ્લોન્ટ કરતી જોવા મળી.
અનેક જાણીતી હસ્તિઓ હાજર રહી
કવ્વાલી નાઈટમાં ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે હાજરી આપી હતી. તો વેડિંગ રિસેપ્શનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવદંપતીને અભિનંદન આપવા પહોંચ્યા. મુખ્યમંત્રી ઉપરાંત દિગ્ગજ અભિનેત્રી જયા બચ્ચન, શશિ થરુર, સુપ્રિયા સુલે અને અનેક જાણીતા લોકો આ નવયુગલને આશીર્વાદ આપવા આવ્યા હતા.
ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો
ટેલિગ્રામ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો.