Nita Mukesh Ambani Cultural Centre: શુક્રવારના રોજ ભારતમાં તેના જેવું સૌપ્રથમ વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક સ્થળ એટલે કે ધ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનો શુભારંભ થયો હતો. આ કલ્ચરલ સેન્ટરના ખાસ ઈવેન્ટમાં શનિવારના રોજ NMACC ગાલા ઈવેન્ટ યોજાઈ હતી. જેમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ હાજર રહ્યા હતા. બોલિવૂડ સ્ટાર્સની સાથે હોલિવૂડ સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા.
'સ્પાઈડર મેન' સ્ટાર્સ ટોમ હોલેન્ડ-ઝેન્ડાયા અને ગીગી હદીદએ લાઈમલાઈટ લૂંટી લીધી હતી. ઝેન્ડાયા અને ગીગી હદીદ બંને ઈન્ડિયન લુકમાં જોવા મળ્યા હતા. ગીગી હદીદે ગોલ્ડન સાડીમાં જ્યારે ઝેન્ડાયાએ શિમરી સાડીમાં રેડ કાર્પેટ પર પોતાનો જલવો બતાવ્યો હતો. ટોમ હોલેન્ડ પણ ઘણો ડેપર જોવા મળી રહ્યો હતો.
આ ત્રણેય હોલિવૂડ સ્ટાર્સની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્રણેયએ મીડિયા ફોટોગ્રાફર્સ અને પાપારાઝીઓને પોઝ આપ્યા હતા. આ ઈવેન્ટમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે પોતાના લુકથી તમામનું ધ્યાન ખેંચ્યું હતું.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો