કાજલ મહેરિયાના નામે મોટું કાવતરું: મહેસાણા ફેમિલી કોર્ટમાં ગાયિકાના નામે કાવતરાખોરે કરી નકલી છૂટાછેડાની અરજી?, કોર્ટે પોલ ખોલી

લોકગાયિકા કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોરના નામે મહેસાણા ફેમિલી કોર્ટમાં નકલી છૂટાછેડાની અરજી થતાં ચકચાર મચી ગઈ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 11 Jun 2026 12:11 PM (IST)Updated: Thu, 11 Jun 2026 12:12 PM (IST)
singer-kajal-maheriya-alpesh-thakor-fake-divorce-petition-mehsana-court

Kajal Mehariya Controversy: ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા ફરી એકવાર ચર્ચામાં છે. મહેસાણા ફેમિલી કોર્ટમાં લોકગાયિકા કાજલ મહેરિયા અને તેમના પતિ અલ્પેશ ઠાકોરના નામે થયેલી નકલી છૂટાછેડાની અરજીએ ભારે ચકચાર જગાવી છે. આ ચૌંકાવનારા કાવતરાનો પર્દાફાશ થયો,જ્યારે કોર્ટની નોટિસ સીધી આ દંપતીના ઘરે પહોંચી. લગ્નજીવનના વિવાદોથી મુક્ત અને સુખી દામ્પત્યજીવન જીવી રહેલા કાજલ અને કલ્પેશ બંનેએ આ નોટિસ જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. કારણ કે, બંનેમાંથી કોઈએ આવી અરજી કરી નહોતી.

કોર્ટની કાર્યવાહી અને પોલીસ તપાસ વચ્ચે આ સમગ્ર મામલો અત્યારે સોશિયલ મીડિયાથી લઈને કાયદાકીય આલમમાં 'ટોક ઓફ ધ ટાઉન' બન્યો છે.

naidunia_image

નકલી અરજીમાં કેટલીક વિરોધાભાસી વિગતો

કોર્ટમાં જમા કરવામાં આવેલી અરજીમાં કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોરના ફોટોગ્રાફ્સ સાથે એવો દાવો કરાયો હતો કે, બંને વચ્ચે ભારે મનમેળ નથી અને તેઓ છેલ્લા 12 મહિનાથી અલગ રહે છે. જોકે, આ અરજીમાં જ કાવતરાખોરો મોટી ભૂલ કરી બેઠા હતા.

  • લગ્નની ખોટી તારીખ: અરજીમાં લગ્નની તારીખ 1 મે, 2024 દર્શાવી હતી. જ્યારે સત્તાવાર મેરેજ સર્ટિફિકેટ મુજબ બંનેના લગ્ન 10 ઓક્ટોબર 2025ના રોજ થયા છે.
  • વકીલની ખોટી સહી: આ કેસમાં જે વકીલનું નામ દર્શાવાયું હતું. તેને કોર્ટે સંપર્ક સાધ્યો ત્યારે તે વકીલે સ્પષ્ટતા કરી કે, મને આ કેસની કોઈ માહિતી નથી અને અરજી પર મારી નકલી સહી કરવામાં આવી છે.
  • કોર્ટનો મોટો નિર્ણય: આ સમગ્ર ખેલ નકલી હોવાનું સાબિત થતાં જજે તાત્કાલિક કડક વલણ અપનાવીને આ છૂટાછેડાની અરજીને રદબાતલ કરી દીધી છે.
naidunia_image

અરજદારે રજિસ્ટ્રાર સમક્ષ હાજર થવું ફરજિયાત

લોકગાયિકા કાજલ મહેરિયાના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, કોઈપણ અરજી સીધી જજ સુધી નથી પહોંચતી, તે પહેલા રજીસ્ટ્રાર સમક્ષ રજૂ થાય છે. આથી આ કેસ કોર્ટ સુધી કેવી રીતે પહોચ્યો તેની મોટી બેદરકારી દર્શાવે છે. જેથી આ અંગે તપાસ થવી અનિવાર્ય છે.

naidunia_image

કાજલ મહેરિયા પહોંચ્યા પોલીસ સ્ટેશન, FIR નોંધાઈ નહીં

પોતાના નામે આટલું મોટું ષડયંત્ર રચાતા લોકગાયિકા કાજલ મહેરિયા તાત્કાલિક મહેસાણા એ-ડિવિઝન પોલીસ મથકે પહોંચી ગયા હતા. અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવા અરજી આપી હતી.

પોલીસે આ અરજી સ્વીકારીને પ્રાથમિક તપાસ હાથ ધરી છે. પરંતુ સત્તાવાર એફઆઈઆર નોંધી નથી. પોલીસનું કહેવું છે કે, આ ઘટના કોર્ટ પરિસરમાં અને કોર્ટના દસ્તાવેજો સાથે ઘટી હોવાથી, જ્યાં સુધી કોર્ટ તરફથી સત્તાવાર આદેશ ત્યારબાદ આગળ કાર્યવાહી કરી શકાશે.

naidunia_image

આ ઘટના અંગે તપાસ કરવા માંગ

આ ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ, ગાયિકા કાજલ મહેરિયાના વકીલે શંકાસ્પદ અરજી વિરુદ્ધ ઊંડી તપાસ કરવા અંગેની કોર્ટના રજિસ્ટ્રાર સમક્ષ માંગ કરી છે. કોઈ વ્યક્તિ દ્વારા લોકપ્રિય ગાયિકાને બદનામ કરવા કે અંગત અદાવતમાં કરવામાં આવેલ કૃત્ય પાછળ કોણ છે. કેમ આ કૃત્ય કરવામાં આવ્યું. તે અંગે વધુ તપાસની કાર્યવાહી શરુ થઈ છે.