Bachubhai Trailer Out: અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાની આગામી ગુજરાતી કોમેડી-ડ્રામા ફિલ્મ 'બચુભાઈ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મના ટ્રેલરને જોયા પછી ફેન્સ ફિલ્મને લઈને ઘણા એક્સાઈટેડ જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયાની સાથે અભિનેત્રી અપરા મહેતા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
ડાયરેક્ટર રાહુલ ભોલે અને વિનિત કનોજિયાની જોડી સાથે સિદ્ધાર્થ રાંદેરિયા શાનદાર મનોરંજન આપવા માટે જાણીતા છે. આ ફિલ્મનો હેતુ દર્શકોને હાસ્ય સાથે એક અર્થપૂર્ણ મેસેજ આપવાનો છે. જુઓ ફિલ્મનું ટ્રેલર…
રાહુલ ભોલે અને વિનિત કનોજિયા નિર્દેશિત ફિલ્મ 'બચુભાઈ'માં સિદ્ધાર્થ રાંદેરિયા, અપરા મહેતા સહિત અમિતસિંહ ઠાકુર, પૂર્વી પલન, નમન ગોર અને ઓમ ભટ્ટ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મની સ્ટોરી અને ડાયલોગ મનન દેસાઈ, ઓમ ભટ્ટ અને ચિરાયુ મિસ્ત્રીએ લખ્યા છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
