Shweta Tiwari Family Tree: બે લગ્ન તૂટ્યાં છતાં પણ જિંદગીથી ન હારી શ્વેતા તિવારી, આજે સિંગલ મધરની સાથે સક્સેસફુલ કરિયર, જાણો તેના પરિવાર વિશે

પ્રોફેશનલ લાઈફમાં તો અપાર સફળતા મળી પરંતુ શ્વેતા તિવારીનું અંગત જીવન અનેક સમસ્યાઓથી ઘેરાયેલું રહ્યું. ચાલો જાણીએ તેના પરિવારમાં કોણ કોણ છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Tue, 15 Jul 2025 05:06 PM (IST)Updated: Tue, 15 Jul 2025 06:37 PM (IST)
shweta-tiwari-family-tree-successful-career-with-a-single-mother-know-about-her-life

Shweta Tiwari Family Tree: અભિનેત્રી શ્વેતા તિવારીને આજે કોણ નથી ઓળખતું. 44 વર્ષની વયે પણ તેની અદાઓ લોકોને તેમના દીવાના કરી શકે છે. ટીવી ઈન્ડસ્ટ્રી અને ફિલ્મોમાં કામ કરી ચુકેલી ગ્લેમરસ અભિનેત્રી શ્વેતા તિવારી આજે કરિયરના ટોચના મુકામે છે. પ્રોફેશનલ લાઈફમાં તો અપાર સફળતા મળી પરંતુ શ્વેતા તિવારીનું અંગત જીવન અનેક સમસ્યાઓથી ઘેરાયેલું રહ્યું. ચાલો જાણીએ તેના પરિવારમાં કોણ કોણ છે.

naidunia_image

શ્વેતા તિવારીના પરિવારમાં કોણ કોણ છે

શ્વેતા તિવારીનો જન્મ મુંબઇમાં 4 ઓક્ટોબર 1980 ના રોજ જન્મ એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. શ્વેતા તિવારીના પિતાનું નામ અશોક તિવારી છે અને તેના માતાનું નામ નિર્મલા તિવારી છે. તેને એક ભાઈ છે અને તેનું નામ નિદાન તિવારી છે.

naidunia_image

'કસોટી જિંદગી કી'થી લોકચાહના મળી

મુંબઈમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું. શ્વેતા તિવારીએ 19 વર્ષની ઉંમરે 'કાલી રે' સિરિયલથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. જો કે 'કસોટી જિંદગી કી ' થી શ્વેતા તિવારી ઘરે ઘરે જાણીતી બની હતી. આ સાથે જ બિગ બોસ 4 માં પણ જોવા મળી અને વિજેતા પણ બની.

naidunia_image

આ સિવાય તે નચ બલિયે 2, ઝલક દિખલા જા 6, ખતરોં કે ખિલાડી, કોમેડી સર્કસ કા નયા દૌર જેવા અનેક શોમાં પણ જોવા મળી. શ્વેતા તિવારી હિન્દી સિરિયલોની સાથે ભોજપુરી ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ કામ કરી ચુકી છે.

બે લગ્ન કર્યા પણ ન એકે ન ટકી શક્યા

શ્વેતા તિવારીએ 1998 માં ભોજપુરી એક્ટર રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્નનો 2007 માં અંત આવી ગયો. આ લગ્નથી તેમને એક દીકરી પલક તિવારી પણ છે. પલક તિવારી પણ માતાના પગલે ચાલીને એક્ટિંગમાં દુનિયામાં પ્રવેશી ચુકી છે. અહેવાલો અનુસાર શ્વેતાએ રાજા ચૌધરીને ડિવોર્સના સમાધાનના ભાગ રુપે 93 લાખ રૂપિયાનો ફ્લેટ આપ્યો હતો.

naidunia_image

શ્વેતા તિવારીએ ત્યારબાદ 2013 માં ટીવી અભિનેતા અભિનવ કોહલીએ સાથે લગ્ન કર્યા. પરંતુ આ લગ્ન પણ વધારે ન ચાલ્યા. બીજા લગ્નથી પણ તેને એક દીકરો થયો. હાલ બંને લગ્નથી થયેલા સંતાનો શ્વેતા તિવારી સાથે રહે છે.

naidunia_image

શ્વેતા તિવારીનો હાલ લગ્ન પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. તે દીકરીને પણ લગ્ન ન કરવા સમજાવે છે. જો કે તેનું માનવું છે કે તે તેની લાઈફ છે. દરેક લગ્ન ખરાબ નથી હોતા પરંતુ સમજી વિચારીને નિર્ણય કરવાનું સમજાવું છું.