Raksha Bandhan 2025: શ્વેતા તિવારીએ રક્ષાબંધનની કરી ઉજવણી! ભાઈ તરફથી મળી જોરદાર ગિફ્ટ

ભારતીય ટેલિવિઝન અને ફિલ્મ ઉદ્યોગની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારી હંમેશા તેની અભિનય ક્ષમતા, ફેશન સેન્સ અને ફિટનેસને લઈને ચર્ચામાં રહે છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 05 Aug 2025 12:26 PM (IST)Updated: Tue, 05 Aug 2025 12:26 PM (IST)
shweta-tiwari-celebrates-raksha-bandhan-2025-gets-a-grand-gift-from-brother

Raksha Bandhan 2025: 44 વર્ષની ઉંમરે પણ શ્વેતા તેની યુવાની અને આકર્ષક દેખાવથી ચાહકોના દિલ જીતી રહી છે. રક્ષાબંધન તહેવાર પહેલા જ શ્વેતા તિવારીએ આ પર્વની ઉજવણી કરી છે. હાલ પોતાના સોશિયલ મીડિયામાં ભાઈને રાખડી બાંધતો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેને ભાઈ તરફથી આકર્ષક ગિફ્ટ પણ મળી રહી છે. 8 લાખથી વધારે વાર આ વીડિયો જોઈ ચૂક્યો છે અને 39 હજાર લાઈક્સ પણ મળી છે.

સોશિયલ મીડિયા પર ધૂમ

શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે અને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 5.7 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવે છે. તે સોશિયલ મીડિયા પર હંમેશા પોતાના ગ્લેમરસ ફોટોશૂટ અને વેકેશનની તસવીરો શેર છે. આ તસવીરો વાયરલ પણ થાય છે અને ચાહકોએ તેની સુંદરતાને "રિયલ નેશનલ ક્રશ" અને "સંતૂર વાળી મમ્મી" જેવા ખિતાબ આપ્યા. એક યુઝરે ટિપ્પણી કરી, "શ્વેતા દિવસેને દિવસે વધુ યુવાન લાગે છે!"

કરિયરની હાઈલાઈટ્સ

શ્વેતાએ 'કસૌટી ઝિંદગી કી' માં પ્રેરણા શર્માની ભૂમિકાથી ઘરે-ઘરે લોકપ્રિયતા મેળવી. તેને 'બિગ બોસ 4'ની પ્રથમ મહિલા વિજેતા તરીકે ઇતિહાસ રચ્યો હતો.

અંગત જીવનની ચર્ચા

શ્વેતાનું અંગત જીવન પણ હંમેશા ચર્ચામાં રહ્યું છે. તેને 1998માં રાજા ચૌધરી સાથે અને 2013માં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા, પરંતુ બંને લગ્ન છૂટાછેડામાં પરિણમ્યા. હાલમાં, તે પોતાના બે બાળકો પુત્રી પલક તિવારી અને પુત્ર રેયાંશની એકલી ઉછેર કરી રહી છે.

ફિટનેસનું રહસ્ય

44 વર્ષની ઉંમરે શ્વેતાની ફિટનેસ અને યુવાનીનું રહસ્ય તેના ચાહકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તાજેતરની એક પોસ્ટમાં, તેના વર્કઆઉટ રૂટિન અને ડાયટ પ્લાનની વિગતો શેર કરવામાં આવી, જેમાં તેની ટોન્ડ ફિઝિકનું રહસ્ય છુપાયેલું છે.