હું મહારાષ્ટ્રની છોકરી છું... મરાઠી ભાષાના વિવાદ વચ્ચે Shilpa Shetty એ શું કહ્યું, જાણો

શિલ્પા શેટ્ટીએ કહ્યું કે હું મહારાષ્ટ્રની છોકરી છું. આજે આપણે ફિલ્મ કેડી વિશે વાત કરી રહ્યા છીએ. તેથી જો તમે કેડી સિવાય કોઈ વિવાદ ઈચ્છો છો તો અમે આ તેને કોઈ પ્રોત્સાહન આપીશું નહિ.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Fri, 11 Jul 2025 11:03 AM (IST)Updated: Fri, 11 Jul 2025 11:03 AM (IST)
shilpa-shetty-refuse-to-givr-fuel-to-marathi-language-controversy

Shilpa Shetty News: મહારાષ્ટ્રમાં હાલ મરાઠી ભાષાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે પ્રાથમિક શાળાઓમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે દાખલ કરવાનો આદેશ આપતાં આ વિવાદ શરુ થયો હતો. ત્યારે ફિલ્મ કેડી ધ ડેવિલના પ્રમોશનમાં શિલ્પા શેટ્ટીને આ અંગે સવાલ કરવામાં આવ્યો, જાણો તેણે શું કહ્યું...

મરાઠી ભાષાના વિવાદ પર શિલ્પા શેટ્ટીએ શું કહ્યું

શિલ્પા શેટ્ટી મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા પર ચાલી રહેલા વિવાદ પર બોલવાથી બચતી જોવા મળી. પ્રમોશન દરમિયાન તેમને પુછવામાં આવ્યું કે સિનેમાની કોઈ ભાષા હોતી નથી, તો શું તમને લાગે છે કે કોઈ ભાષાને શીખવવા માટે જબરદસ્તી કરવી જોઈએ? પહેલા શિલ્પાએ પ્રશ્ન ટાળ્યો અને કહ્યું કે સંજુ બાબા તેનો જવાબ આપશે.

જો કે સંજય દત્તે કહ્યું કે હું સવાલ જ નથી સમજ્યો. ત્યારે શિલ્પા શેટ્ટીએ કહ્યું કે હું મહારાષ્ટ્રની છોકરી છું. આજે આપણે ફિલ્મ કેડી વિશે વાત કરી રહ્યા છીએ. તેથી જો તમે કેડી સિવાય કોઈ વિવાદ ઈચ્છો છો તો અમે આ તેને કોઈ પ્રોત્સાહન આપીશું નહિ. આ ફિલ્મ પહેલાથી જ બહુભાષી છે, આપણે તેને મરાઠીમાં પણ ડબ કરી શકીએ છીએ.