પપ્પુનો પરિવાર કરશે ધમાલ, દર્શકો થશે હાસ્યથી માલામાલ, શેમારૂમી પર સ્ટ્રીમ થશે ગોટી સોડા સિઝન 3

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Thu 09 Feb 2023 06:50 PM (IST)Updated: Thu 09 Feb 2023 06:50 PM (IST)
shemaroome-on-public-demand-brings-in-season-3-of-the-much-awaited-gujarati-web-series-goti-soda-3-89776

અમદાવાદ: આપણા સૌના ગમતા આ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ પર અત્યાર સુધી રિલીઝ થયેલા બધા જ નાટકો, ફિલ્મ અને વેબસિરીઝે દર્શકોને ખડખડાટ હસાવ્યા છે, જીવનના પાઠ ભણાવ્યા છે અને મજા કરાવી છે. એટલે જ શેમારૂમી ફરી એકવાર સંજય ગોરડિયા સ્ટારર ગોટી સોડા વેબસિરીઝની નવી સિઝન લઈને આવ્યું છે.

શેમારૂમી અને ગોટી સોડાની સફળતા એ વાત પરથી સમજી શકાય છે કે આ વેબસિરીઝની ત્રીજી સિઝન 9 ફેબ્રુઆરીથી સ્ટ્રીમ થવા જઈ રહી છે. દર્શકોએ પહેલી બંને સિઝનને અપાર પ્રેમ આપ્યા બાદ હવે શેમારૂમી દર્શકોની ડિમાન્ડ પર હાસ્યના વાવાઝોડા સમાન ગોટી સોડાની ત્રીજી સિઝન ગોટી સોડા 3 લઈને હાજર છે. આ વખતે પણ પપ્પુ એન્ડ પરિવાર તમને સૌને હસાવવા માટે તૈયાર છે. સ્ટોક બ્રોકર પપ્પુની મમ્મી પત્ની, બાળકો સહિતના કેરેક્ટર્સની અજબ ગજબ હરકતો તમને સૌને જીવનનો ગમ્મે તેવો સ્ટ્રેસ ભુલાવીને હસતા રમતા કરી દેશે. ગોટી સોડા 3માં પણ વેબસિરીઝની વાર્તા પપ્પુ અને તેના પરિવારના સભ્યોની આસપાસ ફરે છે. ક્યારેક પપ્પુની પત્નીની રેસિપી તમને ખડખડાટ હસાવશે, તો ક્યારેક પપ્પુની મમ્મીના કારસ્તાન તમને હાસ્યથી તરબોળ કરશે, તો વળી ક્યારે પપ્પુના સુપુત્રના કાંડ હસાવી હસાવીને પેટ દુખાડી દેશે.

પોતાની આ વેબસિરીઝની ત્રીજી સિઝનને લઈને સંજય ગોરડિયા ખુશખુશાલ છે, તેમનું કહેવું છે કે,’ત્રીજી સિઝન એટલે ટ્રિપલ મજા. શેમારૂમીના દર્શકોનો હું દિલથી આભાર માનું છે કે એમણે અમારી આ વેબસિરીઝને જબરજસ્ત પ્રેમ આપ્યો કે પ્રેમને વશ થઈને અમે ત્રીજી સિઝન લઈને તમારી સામે હાજર છીએ. આ વખતે પણ તમને પાછલી બંને સિઝન જેટલી જ મજા આવવાની છે.’

શેમારૂમી પર રિલીઝ થઈ રહેલી આ પારિવારિક સિટકોમ વેબસિરીઝને દિવ્યેશ પાઠકે ડિરેક્ટ કરી છે, તો સંજય ગોરડિયાની સાથે પ્રાર્થી ધોળકિયા, પ્રથમ ભટ્ટ, સુનિલ વિશ્રાણી, જિયા ભટ્ટ, ભૂમિકા અને ભાવિની જાની જેવા ખમતીધર કલાકારો અભિનયના ઓજસ પાથરી રહ્યા છે.

ગુજરાતી મનોરંજન ક્ષેત્રે શેમારૂમી સૌથી વધુ અને નવું કન્ટેન્ટ ધરાવતું પ્લેટફોર્મ છે. શેમારૂમી પર દર અઠવાડિયે એક નવી મૂવી, વેબસિરીઝ કે નાટક રિલીઝ થઈ રહ્યા છે. 500થી વધુ ગુજરાતી નાટકો, ફિલ્મો, વેબસિરીઝ ધરાવતું આ વિશ્વનું એકમાત્ર પ્લેટફોર્મ છે. આનંદની વાત એ છે કે વિશ્વના કોઈ પણ ખૂણેથી તમે પોતાની ભાષાનું મનોરંજન શેમારૂમી પર માણી શકો છો.