Shaitaan OTT Release: સિનેમાઘરો પછી હવે ઓટીટી પર છવાશે 'શૈતાન'નો કાળો જાદૂ, જાણો કયારે અને કયાં જોઈ શકશો આ ફિલ્મ?

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 31 Mar 2024 11:27 PM (IST)Updated: Sun, 31 Mar 2024 11:27 PM (IST)
shaitaan-ott-release-after-cinemas-the-black-magic-of-shaitaan-will-be-released-on-ott-know-when-and-where-can-you-watch-this-film

Shaitaan OTT Release: અજય દેવગણ, આર માધવન અને જ્યોતિકા સ્ટારર ફિલ્મ શૈતાન 8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ. ફિલ્મ ચોથા સપ્તાહમાં પણ મજબૂત કલેક્શન કરી રહી છે. 23 દિવસમાં આ ફિલ્મનું કુલ કલેક્શન 137 કરોડ રુપિયા રહ્યું. ટ્રેલરને મળેલા રિસ્પોન્સ બાદ જ તે સ્પષ્ટ થઈ ગયું હતું કે આ ફિલ્મને દર્શકોનો કેટલો પ્રેમ મળશે. ફિલ્મમાં દરેક કલાકારે પોતાની એક્ટિંગથી પ્રભાવિત કર્યા છે. સિનેમાઘરોમાં જે લોકો નથી જઈ શક્યા તેઓ આ ફિલ્મ હવે OTT મારફતે જોઈ શકશે. ત્યારે ચાલો જણાવી દઈએ કે આ ફિલ્મનો આનંદ ઘરે બેઠા ક્યારે અને ક્યાં લઈ શકશો.

ક્યારે રજૂ થશે
સિનેમાઘરોમાં રજૂ થયાને લગભગ 8 સપ્તાહ બાદ કોઈ ફિલ્મ ઓટીટી પર આવે છે. આ દ્રષ્ટીએ શૈતાન મેમાં ઓટીટી પર આવશે. ફિલ્મના રાઈટ્સ નેટફ્લિક્સ પાસે છે. રિપોટ્સ મુજબ 3 મેનાં રોજ શૈતાન નેટફ્લિક્સ પર પ્રીમિયર થઈ શકે છે. હાલ આ અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે.

શું છે વાર્તા
ફિલ્મની વાર્તા કબીર (અજય દેવગણ), જ્યોતિ (જ્યોતિકા) અને તેના બે બાળકોની છે. આ પરિવાર સાથે ઘણો જ ખુશ છે પરંતુ એક દિવસ બધું બદલાય જાય છે જ્યારે તેના ઘરે એક અજાણ્યો વનરાજ (આર માધવન) આવે છે. તે બ્લેક મેજિકની મદદથી કબીરની પુત્રી જ્હાનવીને પોતાના વશમાં કરી લે છે. કબીર અને જ્યોતિ તેની માગોને માનવાનો ઈનકાર કરી દે છે. વાર્તા ત્યારે રસપ્રદ બને છે જ્યારે વનરાજ પરિવારને પરેશાન કરવાનું શરુ કરે છે.શૈતાન ગુજરાતી હિટ ફિલ્મ વશની હિન્દી રીમેક છે. ફિલ્મનું નિર્દેશન ક્વીન ફેમ ડાયરેક્ટર વિકાસ બહલે કર્યું છે.