Jab We Met 2: શાહિદ-કરીનાનો વીડિયો વાયરલ થતાં જ 'જબ વી મેટ 2' પર આવ્યું મોટું અપડેટ; જાણો ઇમ્તિયાઝ અલીએ શું કહ્યું?

શાહિદ કપૂર અને કરીના કપૂર ખાન સ્ટારર રોમેન્ટિક-કોમેડી ફિલ્મ 'જબ વી મેટ' વર્ષ 2007માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દરમિયાન બંને સ્ટાર્સ પ્રેમમાં પડ્યા હતા.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 13 Mar 2025 02:51 PM (IST)Updated: Thu, 13 Mar 2025 02:51 PM (IST)
shahid-kapoor-kareena-kapoors-reunion-at-iifa-2025-imtiaz-alis-reaction-to-jab-we-met-2

Shahid Kapoor-Kareena Kapoor Reunion: હાલમાં જ જયપુરમાં યોજાયેલા IIFA એવોર્ડ્સ 2025માંથી શાહિદ કપૂર અને કરીના કપૂર ખાનનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંને એકબીજાને ગળે લગાવતા અને એકબીજા સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે.વર્ષો પછી આ રીતે જોઈને તેમના ફેન્સ ઘણા જ ખુશ અને તેમને ફિલ્મ 'જબ વી મેટ' ની યાદ આવી ગઈ છે. ત્યારે હવે આ વીડિયો વાયરલ થતાં જ જબ વી મેટની સિક્વલને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. હવે આ વાત પર ફિલ્મના ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલીએ જવાબ આપ્યો છે.

ઈમ્તિયાઝ અલીએ આપી પ્રતિક્રિયા

ઇમ્તિયાઝ અલીએ શાહિદ કપૂર અને કરીના કપૂરના રિ-યુનિયન પર પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, મેં જોયું બંને સ્ટાર્સ સાથે જોવા મળ્યા. તેમને જોઈને અમને બધાને ખૂબ સારું લાગ્યું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું જબ વી મેટનો બીજો ભાગ બનાવવાનો કોઈ પ્લાન છે? આના પર ઇમ્તિયાઝે કહ્યું કે, ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે અને મને 'જબ વી મેટ 2' બનાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ હાલમાં સિક્વલ માટે કોઈ પ્લાન નથી. ઇમ્તિયાઝ અલીએ વધુમાં કહ્યું, હું શાહિદ કપૂર અને કરીના કપૂર સાથે કોઈ ફિલ્મ બનાવી રહ્યો નથી. જબ વી મેટ એક સારી રોમેન્ટિક ફિલ્મ છે, જેને સિક્વલ બનાવીને બગાડવી ન જોઈએ.

જણાવી દઈએ કે, શાહિદ કપૂર અને કરીના કપૂર ખાન સ્ટારર રોમેન્ટિક-કોમેડી ફિલ્મ 'જબ વી મેટ' વર્ષ 2007 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દરમિયાન બંને સ્ટાર્સ પ્રેમમાં પડ્યા હતા. જો કે, થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી, શાહિદ અને કરીનાનું બ્રેકઅપ થઈ ગયું હતું. 'જબ વી મેટ' પછી, શાહિદ કપૂર અને કરીના કપૂર ખાન ફિલ્મ 'ઉડતા પંજાબ'માં સાથે જોવા મળ્યા હતા. જો કે, ફિલ્મમાં બંનેનો એક પણ સીન સાથે નહોતો.