Videos: ધીરુભાઈ અંબાણી સ્કૂલના વાર્ષિક મહોત્સવમાં સ્ટાર્સનો જમાવડો, શાહરૂખ ખાનથી લઈ બચ્ચન પરિવાર એક જ છત નીચે; જુઓ

મુંબઈની પ્રતિષ્ઠિત ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ગુરુવારે વાર્ષિક મહોત્સવ (Annual Function) યોજાયો હતો. આ કાર્યક્રમમાં બોલિવૂડના દિગ્ગજ સિતારાઓએ હાજરી આપી હતી.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Fri, 19 Dec 2025 12:19 PM (IST)Updated: Fri, 19 Dec 2025 12:19 PM (IST)
shah-rukh-khan-bachchans-kareena-kapoor-khan-celebrate-kids-annual-day-in-mumbai-see-photos

Ambani School Annual Day Function: મુંબઈની પ્રતિષ્ઠિત ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ગુરુવારે વાર્ષિક મહોત્સવ (Annual Function) યોજાયો હતો. આ કાર્યક્રમમાં બોલિવૂડના દિગ્ગજ સિતારાઓએ હાજરી આપી હતી. તમામ સેલિબ્રિટીઝ સ્ટાર તરીકે નહીં, પરંતુ માતા-પિતા તરીકે પોતાના બાળકોનો ઉત્સાહ વધારવા અને તેમને સપોર્ટ કરવા માટે સ્કૂલ પર પહોંચ્યા હતા. શાહરૂખ ખાનથી લઈને બચ્ચન પરિવાર અને કપૂર સિસ્ટર્સની હાજરીએ આ કાર્યક્રમને ખાસ બનાવી દીધો હતો.

શાહરૂખ ખાન પરિવાર સાથે જોવા મળ્યો

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો નાનો પુત્ર અબરામ આ સ્કૂલમાં અભ્યાસ કરે છે. કિંગ ખાન પોતાના પરિવાર સાથે આ સમારોહમાં સામેલ થયો હતો. શાહરૂખ સાથે તેની પત્ની ગૌરી ખાન અને પુત્રી સુહાના ખાન પણ જોવા મળી હતી. શાહરૂખ અને તેના પરિવારના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બચ્ચન પરિવાર રહ્યો આકર્ષણનું કેન્દ્ર

આ કાર્યક્રમમાં સૌથી વધુ લાઈમલાઈટ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચને મેળવી હતી. બંને સ્ટાર્સ પોતાની પુત્રી આરાધ્યાને સપોર્ટ કરવા માટે સાથે પહોંચ્યા હતા. ઐશ્વર્યા બ્લેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ ઉપરાંત, આરાધ્યાના દાદા અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પણ પૌત્રીના પરફોર્મન્સને નિહાળવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કરીના, કરણ અને અન્ય સિતારાઓની હાજરી

કરીના કપૂર ખાનનો પુત્ર તૈમુર પણ આ જ સ્કૂલમાં અભ્યાસ કરે છે. કરીના તેની બહેન કરિશ્મા કપૂર અને ભત્રીજી સમાયરા સાથે ફંક્શનમાં જોવા મળી હતી. ફિલ્મ નિર્માતા કરણ જોહર, જેમના બાળકો પણ આ સ્કૂલમાં છે, તેઓ કરીના અને કરિશ્મા સાથે હળવાશની પળો માણતા જોવા મળ્યા હતા.

આ ઉપરાંત, શાહિદ કપૂર તેની પત્ની મીરા રાજપૂત સાથે અને વિદ્યા બાલન તેના પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે કાર્યક્રમમાં સામેલ થયા હતા. ફરાહ ખાન પણ પોતાની પુત્રી સાથે જોવા મળી હતી. તમામ સેલિબ્રિટીઓએ પાપારાઝી માટે પોઝ આપ્યા હતા.