entertainment
Swara Bhasker Wedding: અભિનેત્રી સ્વરા ભાસ્કરના લગ્નમાં પહોંચ્યા સપા પ્રમુખ અખિલેશ યાદવ, તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
Swara Bhasker Wedding: અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદના લગ્ન સમારોહમાં સપા પ્રમુખ અખિલેશ યાદવ સહિત ફિલ્મ અને રાજકીય જગતની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. અખિલેશ યાદવે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી તસવીરો શેર કરીને તેમને અભિનંદન પાઠવ્યા છે.
આ સ્ટાર કપલના પ્રી-વેડિંગ અને વેડિંગ સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
સ્વરા ભાસ્કર અને ફહાદ અહમદે ગયા મહિને કોર્ટ મેરેજ કર્યા હતા. જેની તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. અભિનેત્રી સ્વરા ભાસ્કરે ઘણા જ સાદાઇથી લગ્ન કર્યા હતા. અભિનેત્રીને તમામ સેલિબ્રિટીઓએ લગ્નની શુભેચ્છા પાઠવી હતી. હવે, તેમણે ફરી એકવાર રીતિ-રિવાજથી લગ્ન કર્યા છે.
અભિનેત્રી સ્વરા અને ફહાદની મુલાકાત વચ્ચે વર્ષ 2019ના ડિસેમ્બરમાં પ્રોટેસ્ટ દરમિયાન ઓળખાણ થઈ, પછી મિત્રતા અને બાદમાં આ મિત્રતા રિલેશનશિપમાં ફેરવાઈ ગઈ. બંને વચ્ચે મુલાકાત વધવા લાગી અને ત્યારબાદ તેઓએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. ફહાદ અહમદ સમાજવાદી પાર્ટીનો નેતા છે અને મહારાષ્ટ્ર સપા યુવજન કમિટીનો પ્રદેશ અધ્યક્ષ છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો