Salman Khan Marriage Proposal: બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. ક્યારેક તે પોતાની પર્સનલ લાઈફ તો ક્યારેય પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે. ત્યારે હાલ અભિનેતા આઈફા એવોર્ડ માટે અબુધાબી પહોંચ્યો છે. જ્યાં એક ઈવેન્ટ દરમિયાન એક મહિલાએ અભિનેતાને લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો. ત્યારે હવે આ મામલે સલમાન ખાનનું રિએક્શન વાયરલ થઈ રહ્યું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મહિલા સલમાન ખાનને લગ્ન માટે પ્રપોઝ કરે છે. સલમાન આ મહિલાની વાત સાંભળીને સરપ્રાઈઝ થઈ જાય છે અને રિપ્લાય આપતા કહે છે કે, 'લગ્ન કરવાના મારા દિવસો ખતમ થઈ ગયા છે. તમારે મને 20 વર્ષ પહેલા મળવાનું હતું.' આટલું બોલીને સલમાન ત્યાંથી જતો રહે છે. ત્યારે હવે આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
અભિનેતા સલમાન ખાનને લગ્ન માટે પ્રપોઝ કરનાર મહિલાનું નામ એલેના ખલીફેહ છે. તે એક ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર છે અને સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 90.3K ફોલોઅર્સ છે. તે આઈફામાં હોલિવૂડથી આવી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો