Rocky Aur Rani Kii Prem Kahaani Poster: બોલિવૂડનો ફેમસ નિર્માતા કરણ જોહર (Karan Johar) આજે પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. કરણનો જન્મ 25 મે 1972ના રોજ મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં થયો હતો. કરણ જોહરે ફિલ્મ કુછ કુછ હોતા હૈથી પોતાનું કરિયર શરૂ કર્યું હતું. ત્યારે આજે પોતાના જન્મદિવસને ખાસ બનાવતા તેણે પોતાની આગામી ચર્ચિત ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'નો ફર્સ્ટ લુક શેર કર્યો છે.
આજે કરણ જોહરના જન્મદિવસ પર ધર્મા પ્રોડક્શને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રણવીર સિંહ (Ranveer Singh) અને આલિયા ભટ્ટના (Alia Bhatt) લુક બતાવવામાં આવ્યા છે. પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, યારોં કા યાર, રોકિંગ ઈન એવરી અવતાર ઔર ઈસ પ્રેમ કહાની કા દિલદાર, રોકી સે મિલિયે. રોકી ઔર રાની કી પ્રેમ કહાની કરણ જોહરના સિનેમામાં 25 વર્ષ પૂર્ણ થવાના અવસપ પર, સિનેમાઘરો મેં 28 જુલાઈ 2023 કો.
આ ફિલ્મથી કરણ જોહર સાત વર્ષ બાદ નિર્દેશનના ક્ષેત્રમાં વાપસી કરી રહ્યો છે. ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સિવાય શબાના આઝમી, ધર્મેન્દ્ર અને જયા બચ્ચન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 28 જુલાઇ, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો