Singham Again Release Date: સિનેમાઘર ની ટિકિટ બારી પર બે મોટી ફિલ્મો એક જ સમયે રિલીઝ થાય તો એક યા બીજી ફિલ્મ ને નુકસાન વેઠવાનો વારો આવે છે. આવી સ્થિતિ અક્ષય કુમાર અને ટાઈગર સ્ટારર બડે મિયાં છોટે મિયાં અને અજય દેવગન સ્ટારર મેદાન વચ્ચે જોવા મળ્યું છે. જે ગયા અઠવાડિયે ઈદના દિવસે રિલીઝ થઈ હતી. વિવેચકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હોવા છતાં, મેદાન અપેક્ષા મુજબ કમાણી કરવામાં નિષ્ફળ દેખાઇ રહી છે.
મળતી માહિતી મુજબ અજય તેની આગામી ફિલ્મ સિંઘમ અગેઇન માં આ બાબતમાંથી શીખેલા પાઠને અપનાવવા જઈ રહ્યો છે. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ શરૂઆતમાં સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ કરવાની યોજના હતી. અલ્લુ અર્જુન સ્ટારર પુષ્પાઃ ધ રૂલ પણ તે જ દિવસે રિલીઝ થવાની છે. તે વર્ષ 2021માં રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝ ની સિક્વલ છે. મેદાનની હાલત જોયા બાદ રોહિત અને અજય હવે પુષ્પા 2 સાથે મુકાબલો કરવા માંગતા નથી.
સિનેમેટિક વર્તુળોના અહેવાલો અનુસાર, હવે સિંઘમ અગેઇન ની રિલીઝ ડેટ લંબાવવામાં આવી શકે છે અને તે દિવાળીના અવસર પર રિલીઝ થઈ શકે છે. જોકે, તે સમયે પણ અનેક ફિલ્મ રિલીઝ થવાની શક્યતા છે. ફિલ્મ નિર્માતા અનીસ બઝમીએ પહેલેથી જ જાહેરાત કરી છે કે તેઓ દિવાળી પર ભૂલ ભૂલૈયા 3 રિલીઝ કરશે. જોકે, હજુ સુધી અજય અને રોહિતે ફિલ્મની રિલીઝ ડેટ લંબાવવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
બડે મિયાં છોટે મિયાં અને મેદાનના બોક્સ ઓફિસ કલેક્શન ની વાત કરીએ તો બંને ફિલ્મોને નુકસાન થયું છે. અક્ષય કુમાર અને ટાઈગરની ફિલ્મનો બિઝનેસ માત્ર પાંચ દિવસમાં જ ઘટવા લાગ્યો છે. સેકનિલ્કના અહેવાલ મુજબ, બોક્સ ઓફિસ પર 15 કરોડ રૂપિયાથી શરૂ થયેલી બડે મિયાં છોટે મિયાં એ પાંચમા દિવસે એટલે કે સોમવારે માત્ર 2.50 કરોડ રૂપિયાની કમાણી કરી. લગભગ 4 કરોડ રૂપિયાથી શરૂ થયેલા મેદાને 15 એપ્રિલે માત્ર 1.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
