Dhurandhar Rehman Dakait: રણવીર સિંહ અભિનીત ફિલ્મ 'ધુરંધર' અત્યારે આખા વિશ્વમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં અભિનેતા અક્ષય ખન્નાએ પાકિસ્તાની ગેંગસ્ટર રહેમાન ડકૈતની ભૂમિકા ભજવી છે. અક્ષયે આ પાત્રને જે રીતે ભજવ્યું છે તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે અને આ જ કારણ છે કે રહેમાન ડકૈતનું નામ ફરી એકવાર લોકોની જીભ પર છે.
રહેમાન ડકૈતના ખાસ મિત્રની પ્રતિક્રિયા
રહેમાન ડકૈતના અસલી જીવનના ગાઢ મિત્ર હબીબ જાન બલોચે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વાયરલ વીડિયો દ્વારા બોલિવૂડની પ્રશંસા કરી છે. હબીબ જાન બલોચ એક વ્યાવસાયિક વકીલ અને રાષ્ટ્રવાદી બલોચ છે, જેમણે રહેમાન ડકૈત સાથે લાંબો સમય વિતાવ્યો હતો અને ફિલ્મમાં પોતાના મિત્રની કહાણી જોઈને તેઓ ખૂબ જ ખુશ થયા છે.
જે પાકિસ્તાન ન કરી શક્યું તે બોલિવૂડે કરી બતાવ્યું
હબીબ જાને જણાવ્યું કે તેમને આ ફિલ્મ એટલી પસંદ આવી કે તેમણે તે બે વાર જોઈ છે. તેમણે ભારતીય સિનેમા જગતનો આભાર માનતા કહ્યું કે જે કામ પાકિસ્તાન ન કરી શક્યું, તે બોલિવૂડે કરીને બતાવ્યું છે. તેમના મતે રહેમાન ડકૈત અસલ જીવનમાં વિલન નહીં પણ લ્યારીનો હીરો હતો અને પાકિસ્તાન હંમેશા તેમનું ઋણી રહેશે.

બોક્સ ઓફિસ પર પણ નવા રેકોર્ડ બનાવી રહી છે. રિલીઝના માત્ર 24 દિવસમાં આ ફિલ્મ ભારતીય સિનેમાના ઇતિહાસમાં બોલિવૂડની સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મનું નેટ કલેક્શન 730 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે, જે 700 કરોડનો આંકડો પાર કરનારી પ્રથમ હિન્દી ફિલ્મ છે.
