Ravina Tandon in Mahakal: જાણીતી અભિનેત્રી રવીના ટંડને રવિવારે બાબા મહાકાલના દર્શન કરીને ભગવાનના આશીર્વાદ લીધા અને કહ્યું કે- અહીં આવીને તમામ મનોકામના પૂર્ણ થાય છે. રવીના ટંડને ગર્ભગૃહમાં જઈને ભગવાન મહાકાલ પર અભિષેક પણ કર્યો. આ પૂર્વે શનિવારે પણ NSA અજીત ડોભાલ બાબા મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા હતા.
અભિનેત્રીએ પંચામૃત અભિષેક કર્યો
વડાપ્રધાન મોદી દ્વારા મહાકાલ લોકનું લોકાર્પણ કર્યા બાદ મહાકાલ મંદિરના દર્શન અને મહાકાલ લોક જોવા માટે દેશની અનેક પ્રસિદ્ધ સેલિબ્રિટિઝ ઉજ્જૈન આવી રહી છે. રવિવારે બપોરે એક જમાનાની પ્રસિદ્ધ અભિનેત્રી રવીના ટંડન ઉજ્જૈન પહોંચી. તેમણે મહાકાલ મંદિર પહોંચીને બાબા મહાકાલના દર્શન કર્યાં અને ગર્ભગૃહમાં જઈને ભગવાન મહાકાલનો પંચામૃતથી અભિષેક પણ કર્યો. પંડિત બાલા ગુરુ દ્વારા એક્ટ્રેસને પૂજા અર્ચના કરાવવામાં આવી.
https://twitter.com/Nai_Dunia/status/1642505896684056578
મહાકાલના દર્શન પછી એક્ટ્રેસે મીડિયા કર્મીઓ સાથે સંક્ષીપ્તમાં વાતચીત કરી. રવીના ટંડનને જ્યારે પૂછવામાં આવ્યું કે તે મહાકાલ પાસે શું માગ્યું તો તેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું- મનોકામના તો એવી જ હોય છે કે તમામની ખુશાલી વધે. તેમણે કહ્યું કે- મને અહીં દર્શન સારા થયા. જ્યારે તેમણે પૂછવામાં આવ્યું કે કઈ નવી ફિલ્મ રિલીઝ થવાની છે તો તેમણે તેના જવાબમાં કહ્યું- અહીં મંદિરમાં કરિયરને લઈને આવી વાતો કરશો તો કેમ ચાલશે.