રાધિકા મર્ચન્ટે ભરતનાટ્યમ ડાન્સથી લૂંટી મહેફિલ: પિંક કાંજીવરમ લુક અને કિલર મુવ્સે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

રાધિકા મર્ચન્ટે પ્રખ્યાત ભજન 'એકદંતય વક્રતુંડાય' પર શાસ્ત્રીય નૃત્ય રજૂ કર્યું હતું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ અને ભક્તિ ભાવમાં લીન રાધિકાની નૃત્ય મુદ્રાઓ, હાવભાવ અને લાવણ્ય જોઈને ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 15 Sep 2026 01:56 PM (IST)Updated: Tue, 15 Sep 2026 01:56 PM (IST)
radhika-merchant-bharatanatyam-dance-ganesh-chaturthi-antilia-ambani-celebration
રાધિકા મર્ચન્ટ ભરતનાટ્યમ ડાન્સ

Radhika Merchant Bharatanatyam Dance: અંબાણી પરિવારના મુકેશ અને નીતા અંબાણીના નિવાસસ્થાન 'એન્ટિલિયા' ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગણેશ ચતુર્થી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બોલિવૂડ અને ઉદ્યોગ જગતના દિગ્ગજ સિતારાઓની હાજરી વચ્ચે અંબાણી પરિવારની નાની પુત્રવધૂ રાધિકા મર્ચન્ટે પોતાના અદભુત ભરતનાટ્યમ પ્રદર્શનથી સમગ્ર મહેફિલ લૂંટી લીધી હતી. ભગવાન ગણેશને સમર્પિત તેમના આ ભાવવાહી નૃત્યનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

'એકદંતય વક્રતુંડાય' ભજન પર આકર્ષક નૃત્ય પ્રદર્શન

રાધિકા મર્ચન્ટે પ્રખ્યાત ભજન 'એકદંતય વક્રતુંડાય' પર શાસ્ત્રીય નૃત્ય રજૂ કર્યું હતું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ અને ભક્તિ ભાવમાં લીન રાધિકાની નૃત્ય મુદ્રાઓ, હાવભાવ અને લાવણ્ય જોઈને ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. 8 વર્ષ સુધી ભરતનાટ્યમની તાલીમ લેનાર રાધિકાના ચહેરા પરના સચોટ ભાવાભિનય અને શિસ્તબદ્ધ સ્ટેપ્સે તેમની નૃત્ય કળાનો જાદુ વિખેર્યો હતો.

બોલિવૂડની પ્રખ્યાત કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટે આ ડાન્સ કોરિયોગ્રાફ કર્યો હતો. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતાં લખ્યું હતું કે, "રાધિકા, તમારા માટે કોરિયોગ્રાફી કરવી એ આનંદની વાત છે. સ્ટોક પાર્કમાં નૃત્યમાં પાછા ફરવા અંગેનો તમારો ઉત્સાહ મને યાદ છે. આ પ્રદર્શન માટે ગણેશ ચતુર્થીથી વધુ શ્રેષ્ઠ દિવસ કયો હોઈ શકે!"

મનીષ મલ્હોત્રાનું કાંજીવરમ આઉટફિટ અને શાહી લુક

રાધિકાનો આ ખાસ પ્રસંગે શાહી અને રાજશાહી અંદાજ જોવા મળ્યો હતો. તેમણે જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા દ્વારા તૈયાર કરાયેલ કાંજીવરમ સિલ્ક આઉટફિટ પહેર્યું હતું, જેમાં જ્વેલ-પિંક અને રોયલ ગોલ્ડન રંગનો સમન્વય હતો. ગોલ્ડ ઝરી, મારોડી ભરતકામ અને ઝરદોસી વર્ક ધરાવતો આ પોશાક ખાસ કરીને તેમના શાસ્ત્રીય નૃત્યના પ્લીટ્સ (ચૂનટ) અને મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાયો હતો.

પોશાકની સાથે રાધિકાએ ભારે પરંપરાગત ઘરેણાં જેવાં કે લેયર્ડ નેકલેસ, માંગ-ટીકો, કાનની બુટ્ટીઓ અને કમરબંધ ધારણ કર્યા હતા. ફૂલોથી સજાવેલી કલાત્મક હેરસ્ટાઇલ અને ગ્લોઇંગ મેકઅપમાં રાધિકા અત્યંત આકર્ષક લાગતી હતી.

કોણ છે રાધિકા મર્ચન્ટ?

18 ડિસેમ્બર, 1994ના રોજ જન્મેલા રાધિકા મર્ચન્ટ પ્રખ્યાત ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે તથા અનંત અંબાણીના પત્ની છે. ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સ અને ઈકોનોમિક્સનો અભ્યાસ કરનાર રાધિકા હાલ પિતાની કંપની 'એન્કોર હેલ્થકેર' ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સેવા આપે છે. તે એક કુશળ અને પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના પણ છે.