Priyanka Chopra in Auto: બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હાલ ભારતમાં છે. અભિનેત્રી પતિ નિક જોનસ અને દિકરી માલતી સાથે હોલિવૂડ ફિલ્મ 'સીટાડેલ'ના પ્રમોશન માટે ભારત આવી છે. અભિનેત્રી ફિલ્મો ઉપરાંત પોતાની સંપત્તિ અને લક્ઝરી કારને લઈને ઘણી જ ચર્ચામાં રહે છે. પ્રિયંકા ચોપરાની પાસે રોલ્સ રોયથી લઈને અનેક લક્ઝરી કાર્સ છે. પરંતુ મુંબઈ આવ્યા બાદ પ્રિયંકા ચોપરાને પતિની સાથે ઓટો રિક્ષામાં મુસાફરી કરવી પડી રહી છે.
એક્ટ્રેસ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પતિ નિક જોનસની સાથે પોતાની ત્રણ તસવીર શેર કરી છે. આ તસવીરમાં પ્રિયંકા ચોપડા મલ્ટી કલર ડ્રેસમાં જોવા મળે છે. તો નિક જોનસ બ્લૂ સૂટમાં જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં કપલ ઘણાં જ સુંદર લાગી રહ્યાં છે. આ તસવીરની સાથે પ્રિયંકા ચોપરાએ કેપ્શન લખીને જણાવ્યું કે તે નિક જોનસની સાથે ડેટ પર ગઈ હતી. તેમણે લખ્યું- ડેટ નાઈટ અને એક (રિક્ષાની ઈમોજી)… મારા હંમેશાના સાથી નિક જોનસની સાથે.
આ પહેલાં અભિનેત્રી પતિ નિક જોનસ સાથે નીતા અંબાણી કલ્ચરલ સેન્ટર ઈવેન્ટના પહેલા દિવસે પણ જોવા મળી હતી. પ્રિયંકા ચોપરાએ હાલમાં જ પોતાન સીરીઝ Citadelનો પહેલો લુક શેર કર્યો હતો, જેમાં પ્રિયંકા અને રિચર્ડ મેડેનની કેમેસ્ટ્રી જોવા મળશે.