Pratik Gandhi Family Tree: 'સ્કેમ 1992' એ બદલી નાખી 'હર્ષદ મહેતા' પ્રતીક ગાંધીની કિસ્મત, પત્ની પણ છે એક્ટર, જાણો તેમના પરિવાર વિશે

ગુજરાતી રંગમંચથી સિનેમાઘરોના પડદા સુધી પ્રતીક ગાંધીની સફર પ્રેરણાદાયી છે. તેમની પત્ની પણ એક્ટર છે. ચાલો જાણીએ તેમના પરિવાર વિશે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Thu, 17 Jul 2025 05:27 PM (IST)Updated: Thu, 17 Jul 2025 05:27 PM (IST)
pratik-gandhi-family-tree-scam-1992-changed-the-life-wife-is-also-an-actor-know-about-his-family

Pratik Gandhi Family Tree: વર્ષ 2020માં રિલીઝ થયેલી વેબસિરીઝે હર્ષદ મહેતા ફેમ પ્રતીક ગાંધીની કિસ્મત બદલી નાખી. તેમની ગણના હવે બોલિવુડમાં પણ લીડ એક્ટર તરીકે થાય છે. ગુજરાતી રંગમંચથી સિનેમાઘરોના પડદા સુધી પ્રતીક ગાંધીની સફર પ્રેરણાદાયી છે. તેમની પત્ની પણ એક્ટર છે. ચાલો જાણીએ તેમના પરિવાર વિશે.

પ્રતિક ગાંધીના માતા-પિતા

પ્રતિક ગાંધીનો જન્મ ગુજરાતના સુરતમાં 7 જુલાઈ, 1980 ના રોજ થયો હતો. તેમના માતા અને પિતા બંને શિક્ષક છે. તેમની માતાનું નામ રીટા ગાંધી છે. તેમને પુનીત ગાંધી નામનો એક ભાઈ પણ છે. પ્રતિક ગાંધીએ પ્રાથમિક શિક્ષણ સુરતમાં લીધું હતું.

naidunia_image

દિવસે કામ અને રાત્રે થિએટર

પ્રતિક ગાંધી શરૂઆતમાં ડોક્ટર બનવા માંગતા હતા, પરંતુ ઓછા માર્ક્સના કારણે તેઓ મેડિકલમાં જઈ ન શક્યા અને એન્જિનિઅરિંગ પસંદ કર્યું. તેમને અભિનયનો ખૂબ શોખ હતો. તેઓ દિવસ દરમિયાન કામ કરતા હતા અને સાંજે થિયેટરમાં જતા હતા. જેનાથી તેમની એક્ટિંગ સ્કિલ સુધરી.

naidunia_image

હર્ષદ મહેતાએ અપાવી બોલિવુડમાં ઓળખ

પ્રતિક ગાંધીને SonyLIV વેબ સિરીઝ 'Scam 1992' માં હર્ષદ મહેતાના પાત્ર માટે ભારે લોકપ્રિયતા મળી. તેમાં તેમના અભિનયની લોકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી, જેનાથી તેમને બોલિવુડમાં એક નવી ઓળખ મળી. હાલમાં જ રિલીઝ થયેલી તેમની ફૂલે પણ દર્શકોને પસંદ આવી છે.

naidunia_image

થિએટર દરમિયાન થયો પ્રેમ

પ્રતિક ગાંધીએ 2009 માં ભામિની ઓઝા સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત થિએટરના સમયગાળા દરમિયાન થઈ હતી. ભામિની ઓઝા પણ અભિનય જગત સાથે સંકળાયેલી છે, તેમણે ટેલિવિઝન અને થિયેટરમાં કામ કર્યું છે. તેઓએ 2009 માં લગ્ન કર્યા અને તેમને મિરાયા નામની એક પુત્રી છે.

naidunia_image

કેટલી ફિલ્મમાં કામ કર્યું છે

પ્રતીક ગાંધીએ ગુજરાતી સહિત હિન્દી ભાષાની ફિલ્મો અને વેબસિરીઝમાં કામ કર્યું છે. બે યાર, રોંગ સાઈડ રાજુ, તંબુરો, લવની ભવાઈ, લવયાત્રી, મિત્રો, વેન્ટિલેટર, ધુનકી, ગુજ્જુ 11, લવની લવ સ્ટોરી, રાવણલીલા જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય હર્ષદ મહેતા વેબ સિરીઝથી તેમને ભારે લોકપ્રિયતા મળી. આ સિવાય તેમણે મડગાંવ એક્સપ્રેસ અને દો ઔર દો પ્યારમાં પણ કામ કર્યું છે.